📌 અપરિણીત લોકોને પેન્શન
➡️ હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યના 45 થી 60 વર્ષ વચ્ચે ઉંમર ધરાવતા તેમજ વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયા ધરાવતા હોય તેવી અપરિણીત વ્યક્તિઓને રાજય સરકાર તરફથી પેન્શન આપવાની ઘોષણા કરવામાં આવી છે. હરિયાણાના આવા અપરિણીત લોકોને દર મહિને 2750 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
➡️ અપરિણીત પુરુષોની સાથે સાથે તેમની પત્નીનું અવસાન થયુ છે, તેવા પુરુષોને પણ આ પેન્શન યોજનાનો લાભ મળશે. વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વિધુરો આ અપરિણીત પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે. 60 વર્ષ બાદ આ તમામ લોકોને વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ મળશે.
➡️ જૂન 2023 માં હરિયાણામાં CM મનોહર લાલ ખટ્ટરે રાજ્યના તમામ પદ્મ પુરસ્કારોને પેન્શન આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને દર મહિને પેન્શન તરીકે 10,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે પદ્મ પુરસ્કાર વિજેતાઓ માટે વોલ્વો બસમાં મફત મુસાફરીની સુવિધાની પણ ઘોષણા કરી હતી.
Read More