📌 અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર US નેવીની મહિલા પ્રમુખ એડમિરલ લિસા ફ્રેન્ચેટી
➡️ રાષ્ટ્રપતિ જો બાયડને US નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરી છે અને જો US સેનેટ તેમની નિમણૂકને મંજૂરી આપે છે, તો USમાં કોઈપણ સૈન્ય સેવાનું નેતૃત્વ કરનાર લિસા ફ્રેન્ચેટી પ્રથમ મહિલા બની જશે. US નેવીમાં ફોર-સ્ટાર એડમિરલનો હોદ્દો હાંસલ કરનાર તેઓ બીજા મહિલા છે.
➡️ નૌકાદળના વડા અને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા તરીકે ફરી ઇતિહાસ રચશે. લિસા ફ્રેન્ચેટીએ વર્ષ 1985માં નેવી જોઈન કરી હતી. લિસા હાલમાં ડેપ્યુટી ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ તરીકે કામ કરી રહી છે.
➡️ લિસાએ ડેપ્યુટી ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ ફોર ડેવલપમેન્ટ ઓફ વોર, કમાન્ડર, US નેવલ ફોર્સીસ કોરિયા અને સંયુક્ત સ્ટાફની વ્યૂહરચના, પ્લાન અને પોલિસીના નિયામક તરીકે સેવા આપી છે. તેઓ સપ્ટેમ્બર 2022માં નેવીના વાઇસ ચીફ બન્યા હતા.
Read More