📌 ઓલિમ્પિયન માના પટેલે મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં રેકોર્ડ તોડ્યો.
➡️ હૈદરાબાદમાં 76મી સીનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ સ્થપાયા હતા, જેમાં ગુજરાતના બે સ્વિમરો માના પટેલ અને આર્યન નેહરા ઝળક્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર એકમાત્ર મહિલા સ્વિમર માનાએ 100 મીટર બેકસ્ટ્રોકમાં 1:03:48નો નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો હતો અને પોતાનો જ અગાઉનો 1:04:33નો રેકોર્ડ તોડ્યો હતો.
➡️ ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં મેન્સ 800 અને 1,500 મીટર ફ્રીસ્ટાઈલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યા બાદ અત્રે નેશનલ ઈવેન્ટમાં 400 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ જીતવાની સાથે નવો રેકોર્ડ સર્જ્યો હતો.
➡️ આર્યને 3:52:55ના શ્રેષ્ઠ સમય સાથે રેસ જીતી હતી અને અગાઉનો રેકોર્ડ ધારક દિલ્હીનો સ્વિમર કુશાગ્ર રાવત (3:55:45) બીજા સ્થાને રહ્યો હતો. કર્ણાટકની નિનાએ 50 મીટર બટરફ્લાયમાં બે વખત નેશનલ રેકોર્ડ તોડતાં 28:01 અને બાદમાં 27:74નો રેકોર્ડ સ્થાપ્યો હતો. લીનેશા એકેએ મહિલાઓની 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં 2:37.35નો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
Read More