કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે e-FIR પ્રોજેક્ટનું લોકાર્પણ

By | September 6, 2022

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે e-FIR પ્રોજેક્ટનું લોકાર્પણ

• કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં કરવામાં  આવેલી બે દિવસીય મુલાકાત દરમિયાન ગાંધીનગર ખાતે ‘વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પોલીસના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ (Trinetra) અને અન્ય અત્યાધુનિક સેવાઓના ઉદ્ધાટન સાથે રાજ્યના ગૃહ વિભાગના’e-FIR’ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

• આ ઉપરાંત, ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ધાટન તેમજ મહાત્મા ગાંધી લાઇબ્રેરી અને સરદાર પટેલ સાંસ્કૃતિક  ભવનનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે માણસાના ચંદ્રાસર તળાવ અને સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી  હતી.

e-FIR પ્રોજેક્ટ સંબંધિત મહત્ત્વની બાબતો

• આ પ્રોજેક્ટ અંતર્ગત e-FIR નોંધ્યાના 48 કલાકની અંદર, પોલીસ  ફરિયાદીનો સીધો સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના સ્થળની મુલાકાત લેશે તેમજ 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને અહેવાલ મોકલશે. ફરિયાદીને આ ઓનલાઈન ફરિયાદની નોંધણી અને તપાસમાં થયેલી પ્રગતિ વિશે ઈમેલ/એસ.એમ.એસ. દ્વારા પણ જાણ કરવામાં આવશે. તે જ સમયે પોલીસ દ્વારા ઈમેલ/એસ.એમ.એસ. દ્વારા વીમા કંપનીને પણ જાણ કરવામાં આવશે જેથી તે ફરિયાદીને  તેનો વીમા દાવો સરળતાથી મેળવવામાં મદદ મળશે.

• આ e – FIR સેવાને ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે સંકલિત કરવામાં આવી છે, જેથી e – FIR નોંધાયા બાદ જો વાહન રસ્તા પરથી પસાર થશે તો તરત જ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ પર વાહનનો નંબર ફ્લેશ થઈ જશે અને તેના દ્વારા  ચોરીનો ગુનો તુરંત શોધી શકાશે.

• વિશેષ: ગુજરાત સરકાર દ્વારા સુશાસનને પ્રોત્સાહિત કરવા વર્ષ  2019માં સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ નામનું સિટીઝન પોર્ટલ લોન્ચ કર્યું હતું જેથી રાજ્યના નાગરિકો ઈ- ગુજકોપ ડેટાબેઝનો ઉપયોગ કરીને કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે. તેના દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકો ઘરે બેઠા કુલ 16 પોલીસ સેવાઓ મેળવવા સક્ષમ છે જેમાં વરિષ્ઠ નાગરિક નોંધણી, ભાડૂત નોંધણી, ઘરગથ્થુ નોંધણી, મિસિંગ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, મિસિંગ પર્સન રજિસ્ટ્રેશન, પોલીસ NOC વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.