📌 કે રાજારામનને IFSCAના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા
➡️ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ની સ્થાપના 27 એપ્રિલ, 2020 ના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 હેઠળ કરવામાં આવી છે. તેનું મુખ્યાલય GIFT સિટી, ગાંધીનગર ખાતે આવેલું છે.
➡️ IFSCA એ ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત સત્તા છે. હાલમાં, GIFT IFSC એ ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે. IFSCAની સ્થાપના પહેલા, સ્થાનિક નાણાકીય નિયમનકારો, એટલે કે, RBI, SEBI, PFRDA અને IRDAI એ IFSC માં વ્યવસાયનું નિયમન કર્યું હતું.
Read More