📌 ચીને વિશ્વના પ્રથમ મિથેન-લિક્વિડ ઓક્સિજન રૉકેટ લૉન્ચ કર્યું
➡️ ચીન સ્થિત ખાનગી કંપની લેન્ડસ્પેસ દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ પ્રવાહી ઓક્સિજન-મિથેન-ઇંધણયુક્ત રોકેટ ઝુક-2 સફળતાપૂર્વક અવકાશમાં છોડવામાં આવ્યું હતું. રોકેટને જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક તેની પૂર્વનિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો, આમ પરીક્ષણ મિશન પૂર્ણ થયું હતું. આ પરાક્રમ સાથે જ ચીનની ખાનગી સ્પેસ કંપનીએ પોતાના નેક્સ્ટ જનરેશનના લૉન્ચ વાહનોને અવકાશમાં સફળતાપૂર્વક મોકલવામાં અમેરિકન હરીફ સ્પેસએક્સને પાછળ છોડી દીધું છે.
➡️ ચીનની લેન્ડસ્પેસને બીજા પ્રયાસમાં સફળતા મળી છે. લેન્ડસ્પેસ એ ચીનના વ્યાપારી પ્રક્ષેપણ ક્ષેત્રની પ્રારંભિક અવકાશ કંપનીઓમાંની એક છે. આ પ્રક્ષેપણ સાથે હવે ચીન અમેરિકાથી અંતરિક્ષ પ્રક્ષેપણના મામલે આગળ વધી ગયું છે. ઉપરાંત તે સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને બ્લુ ઓરિજિન ચીફ જેફ બેઝોસ કરતાં પણ આગળ નીકળી ગયો છે.
➡️ મિથેનનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરનાર ચીન પહેલો દેશ બન્યો છે. જેના કારણે પ્રદૂષણ ઓછું થાય તેમજ તે સસ્તું છે. તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેવા રોકેટમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
➡️ પ્રવાહી ઓક્સિજન અને મિથેન દ્વારા બળતણ ધરાવતા બે તબક્કાના ઝુક-2 રોકેટનું વજન 219 ટન છે અને ટેકઓફ સમયે થ્રસ્ટ 268 ટન છે. રોકેટના પ્રથમ તબક્કામાં ચાર 80-ટન TQ-12 (Tianque) પ્રવાહી ઓક્સિજન-મિથેન એન્જિન છે, જ્યારે બીજા તબક્કામાં એક TQ-12 અને એક 10-ટન TQ-11 પ્રવાહી ઓક્સિજન-મિથેન એન્જિન છે.
➡️ ઝુક-2 એ અવકાશમાં મોકલવામાં આવેલ અને ભ્રમણકક્ષામાં ફરતું પ્રથમ અને એકમાત્ર પ્રવાહી ઓક્સિજન-મિથેન રોકેટ છે. તે પ્રદૂષણ મુક્ત, સલામત, સસ્તું અને રિસાયકલ રૉકેટ માટે યોગ્ય બળતણ માનવામાં આવે છે.
➡️ 2014થી જિનપિંગ વહીવટીતંત્રે અવકાશ ઉદ્યોગમાં ખાનગી રોકાણને મંજૂરી આપી ત્યારથી ચાઈનીઝ કૉમર્શિયલ સ્પેસનો ઝડપથી વિકાસ થયો છે.
Read More