📌 નવસારીમાં બનનાર PM મિત્ર પાર્ક માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર
➡️ ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં PM મિત્ર પાર્કના નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MOU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં MOU પર હસ્તાક્ષર કર્યા હતા. વાંસીબોરસીમાં સાકાર થનાર આ પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે.
➡️ વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ.1500 કરોડની જરૂરિયાત અંતર્ગત કેન્દ્ર સરકાર 30 ટકા (રૂ.500 કરોડ) ની નાણાકીય સહાય આપશે.
➡️ 5F વિઝન (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)
➡️ PM MITRA પાર્ક્સ: મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ
➡️ આ પાર્ક્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રના 9 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે. PM મિત્ર પાર્ક સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્યો JV- જોઈન્ટ વેન્ચર મોડ અને SPVs- સ્પેશ્યલ પર્પઝ વેહિકલ મોડમાં કામ કરશે. ‘PM મિત્ર’ પાર્કને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં વિકસાવવામાં આવશે, જેની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારોની હશે.
➡️ આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રત્યેક ગ્રીનફિલ્ડ ‘મિત્ર’ પાર્ક માટે રૂ.800 કરોડ અને દરેક બ્રાઉનફિલ્ડ પાર્ક માટે રૂ.500 કરોડની વિકાસ મૂડીની સહાય પૂરી પાડશે.
➡️ ગ્રીનફિલ્ડ એટલે સંપૂર્ણપણે નવા શરૂ થતા પ્રોજેક્ટ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ એટલે જેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે.
➡️ ભારત સરકારે માર્ચ 2023 માં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 7 PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ અને એપેરલ (PM MITRA) પાર્ક સ્થાપવા માટેની સાઇટ્સની જાહેરાત કરી છે. આ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બનશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણની દેખરેખ કાપડ મંત્રાલય કરશે.
Read More