નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ

📌 નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ

➡️ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 18 જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમજ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ 18, 2010ના રોજ, જ્યારે મંડેલા 92 વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.
➡️ મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (27 વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા.
➡️ તેમના 91મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે – “મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા, માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે.”
➡️ નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા
(18 જુલાઈ 1918 – 5 ડિસેમ્બર 2013)
➡️ સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ, (1994 થી 1999 )
➡️ સાઉથ આફ્રિકાના મહાત્મા ગાંધી,
➡️ ભારત રત્ન : 1990
➡️ નોબલ શાંતિ પુરસ્કાર: 1993
➡️ નિશાન-એ-પાકિસ્તાન (1992)

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper