📌 નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)
➡️ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર, ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે, ત્યાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે, વહાણ લાંગરવા માટે મોટો ધક્કો (ડોકયાર્ડ) બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે કે લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાતને જ નહિ પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે.
Read More