📌 ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિયન સબમરીન ખરીદશે
➡️ ફ્રાન્સ પાસેથી નૌકાદળની આવૃત્તિવાળા 26 રાફેલ જેટ વિમાન અને ત્રણ સ્કોર્પિયન વર્ગની સબમરીન ખરીદવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. જેટ અને સબમરીન ખરીદીના પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળના ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ મંજૂરી આપી છે. ભારતે આ પહેલાં દેશના હવાઈદળ માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદી કરી છે.
➡️ આ ડીલ આશરે 96 હજાર કરોડ રૂપિયાની થશે. આ ડીલમાં 26 રાફેલ-એમ ફાઇટર જેટમાંથી 22 ફાયટર જેટ સિંગલ સિટર હશે અને ચાર ડબલ સીટર ટ્રેનિંગ ફાઇટર હશે. આ ઉપરાંત પ્રોજેક્ટ 75 અંતર્ગત ત્રણ વધારાની સ્કોર્પિયન ક્લાસ સબમરીન ભારત લવાશે. રાફેલ-એમ ફાઇટર જેટ્સને ભારતીય નૌસેનાના એરક્રાફ્ટ કરિયર્સ પર તૈનાત કરવામાં આવશે. રાફેલનું નેવલ વર્ઝન એરક્રાફ્ટ કેરિયર્સથી ઓપરેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
➡️ ભારતના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને વિક્રાંત અત્યાર સુધી મિગ-29નું સંચાલન કરી રહ્યા છે અને ઓપરેશન માટે તેમને રાફેલની જરૂર છે. રાફેલ-M એટલે રાફેલનું નૌસેના વર્ઝન જેને એરક્રાફ્ટ કેરિયર્સ પર તહેનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યાં છે.
Read More