ભોપાલમાં 22-26 ઓગસ્ટ દરમિયાન 12મો ભારતીય  રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન 

By | August 25, 2022

ભોપાલમાં 22-26 ઓગસ્ટ દરમિયાન 12મો ભારતીય  રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન 

  • મધ્યપ્રદેશ વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ભોપાલના રવીન્દ્ર ભવન ખાતે 12માં ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન કરી રહી છે
  • લોકપ્રિય વિજ્ઞાન, ટેક્નોલોજી, આરોગ્ય અને પર્યાવરણીય મુદ્દાઓ પર ડોક્યુમેન્ટ્રી અને ટૂંકી ફિલ્મો દર્શાવવા માટે આ ભારતમાં તેના પ્રકારનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ છે
  • મધ્યપ્રદેશમાં આ પ્રથમ વખત આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે
  • પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન માટે, દરેક શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મોને અનુક્રમે ગોલ્ડન બીવર, સિલ્વર બીવર અને બ્રોન્ઝ  બીવર આપવામાં આવશે
  • બ્રહ્માંડ વિશે સારી જાહેર સમજ વિકસાવવા માટે તે ફિલ્મ  નિર્માતાઓ, વૈજ્ઞાનિકો અને ઉત્સાહીઓ સાથે વાર્તાલાપ કરવા માટેનું પ્લેટફોર્મ છે
  • આ ઇવેન્ટ નાગરિક વિજ્ઞાન અને જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરશે અને વિજ્ઞાન ફિલ્મોની પ્રશંસાને પ્રોત્સાહન  આપશે
  • ઇન્ડિયન નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ એ વિજ્ઞાન અને  ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત્ત એજન્સી વિજ્ઞાન  પ્રસારની મુખ્ય ઈવેન્ટ છે
ભોપાલમાં 22-26 ઓગસ્ટ દરમિયાન 12મો ભારતીય  રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન  - 360x203 large

Leave a Reply

Your email address will not be published.