📌 વિશ્વ વસ્તી દિન
➡️ વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો અને આ દિવસથી પ્રેરિત થઇ જનહિતમાં વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે. જનસંખ્યાના ક્રમાંકમાં ભારત પ્રથમ ક્રમે છે
➡️ 2023 ની થીમ : Unleashing the power of gender equality : Uplifting the voices of women and girls to unlock our world’s infinite possibilities
Read More