વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર શેન ડોવરિચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.
- 32 વર્ષીય વિકેટકિપરે વેસ્ટ ઈન્ડિઝ માટે 35 ટેસ્ટ અને એક વનડે રમી છે.
- વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
- વર્ષ 2019માં તે એકમાત્ર ODI રમ્યો હતો.
- તેણે કારકિર્દીની 35 ટેસ્ટમાં 1570 રન બનાવ્યા અને શ્રીલંકા સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 125 રન છે. વિકેટકીપર તરીકે તેણે 85 કેચ અને પાંચ સ્ટમ્પિંગ કર્યા હતા.
- તેણે સુપર50 કપની પાંચ ઇનિંગ્સમાં 234 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.
Category: Current Affairs Detailed in Gujarati