📌 સ્પેનના અલ્કારાઝે જોકોવિચને હરાવીને વિમ્બલ્ડન-2023 ખિતાબ જીત્યો
➡️ લંડનમાં રમાયેલી ફાઈનલ મેચમાં વિશ્વના નંબર 1 અલ્કારાઝે બીજા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને વિમ્બલડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. 2022માં યુએસ ઓપન જીત્યા બાદ સ્પેનિશ ખેલાડીએ આ કારકિર્દીનું બીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતું.
➡️ જોકોવિચને વિલ્બલ્ડનના ગ્રાસ કોર્ટનો કિંગ માનવામાં આવે છે. મેન્યુઅલ સાંતાના (1966) અને રાફેલ નડાલ (2008, 2010) પછી વિમ્બલ્ડન જીતનાર અલ્કારાઝ ત્રીજો સ્પેનિશ ખેલાડી છે.
➡️ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ એ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ હતી જે વિમ્બલ્ડન, લંડન, યુનાઇટેડ કિંગડમમાં ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબ ખાતે યોજાઈ હતી. ચેક રિપબ્લિકની 24 વર્ષીય માર્કેટા વોન્ડ્રોસોવાએ વિમ્બલ્ડન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં ટ્યુનિશિયાની ઓન્સ જેબુરને હરાવી હતી. આ જીત સાથે તેણે પ્રથમ વખત વિમ્બલ્ડન ઓપન જીત્યું હતું. કોઈપણ ગ્રાન્ડ સ્લેમમાં આ તેની પ્રથમ ટાઈટલ જીત છે.
Read More