01 April 2022 Current Affairs in Gujarati – Top and Best Questions

01 April 2022 Current Affairs in Gujarati

01 April 2022 Current Affairs in Gujarati One liner Question – 05 And 5 Detailed Articles

 1. BCC એ ઈન્ડિયન સ્પોર્ટવુમન ઓફ ધ યર -2021 ના એવોર્ડ માટે કોની પસંદગી કરી?
  ✅ મીરાબાઈ ચાનૂની
 2. BCC એ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર -2021 એવોર્ડ માટે કોની પસંદગી કરી?
  ✅ શફાલી વર્માની
 3. BCC એ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ -2021 માટે વર્ષ 2000 ના ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ક્યા ખેલાડીની પસંદગી કરી.?
  ✅ કર્ણમ મલ્લેશ્વરીની
 4. કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય – ઈસ્ટ આફ્રિકન કમ્યુનિટી (EAC) મા જોડાનાર સાતમો સદસ્ય બન્યો. તો અન્ય છ દેશો ના નામ જણાવો?
  ✅ બરુન્ડી, કેન્યા, રવાન્ડા, દક્ષિણ સુદાન, તાંઝાનિયા અને યુગાન્ડાનો સમાવેશ થાય છે.
  ✅ (EAC) ની સ્થાપના 1967 માં કરવામાં આવી હતી.
 5. રાજસ્થાનના ક્યા જિલ્લામાં આવેલ સારિકા ટાઈગર રિઝર્વમાં ભયંકર આગ લાગી?
  ✅ અલ્વર
 6. આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દૃશ્યતા દિવસ ક્યારે ઉજવાય છે?
  ✅ 31 માર્ચ
 7. પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ?
  ✅ દિલ્હી
 8. તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવ્યું હતું?
  ✅ આધ્રપ્રદેશ
 9. અર્થ અવર ક્યારે મનાવાય છે?
  ✅ માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
 10. UNEP એન્યુઅલ ફ્રન્ટિયરરિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે?
  ✅ મરાદાબાદ
 11. તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો?
  ✅ પી.વી.સિંધુ
 12. તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય ક્યું બન્યું?
  ✅ અરુણાચલ પ્રદેશ
 13. તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેંગ્વજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું?
  ✅ અમદાવાદ
 14. વર્લ્ડ સ્લીપ ડે ( વિશ્વ નિદ્રા દિવસ) ક્યારે મનાવાય છે?
  ✅ 18 માર્ચ
 15. રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2022 કોણે એનાયત કર્યા?
  ✅ રામનાથ કોવિંદ
 16. હુરુન ગ્લોબલ અંડર ફોર્ટી સેલ્ફ-મેડ બિલિયોનેર્સ 2022ની યાદીમાં ભારતનો ક્રમ જણાવો.
  ✅ ચોથો
 17. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયાના નવા અધ્યક્ષનું નામ જણાવો.
  ✅ શશિ સિંહ
 18. ગોવાના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો.
  ✅ પરમોદ સાવંત
 19. તાજેતરમાં 30 માર્ચના રોજ રાજસ્થાન રાજ્યનો કેટલામો સ્થાપના દિવસ ઊજવવામાં આવ્યો છે ?
  ✅ 73મો
 20. તાજેતરમાં ભારતમાં સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પીટલનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?
  ✅ મદાંતા હોસ્પિટલ

01 April 2022 Current Affairs in Gujarati Detailed Articles

◾️ સ્ટિલ સ્લેગથી બનેલો રોડ

· આ રોડનું નિર્માણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા CSIR અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI) અને NITI આયોગના સહયોગથી કરવામાં આવ્યું છે.
· હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બનેલ આ રોડ 100% પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ ધરાવે છે.
· તે 6 લેનનો 1 કિલોમીટર લાંબો રસ્તો છે. આ ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ છે.
· તેના તમામ સ્તરોમાં 100% પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીલ સ્લેગને ઘણીવાર નકામા સામગ્રી તરીકે ગણવામાં આવે છે.

◾️ સરકારે ચાર્ટર્ડ એકાઉન્ટસ બિલ લોકસભામાં રજૂ કર્યું

 • સરકારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડવર્ક્સ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઝ (સુધારા) બિલ, 2021 વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું.
 • આ બિલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્રસ એક્ટ, 1949, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્રન્સ એક્ટ, 1959 અને કંપની સેક્રેટરીઝ એક્ટ, 1980માં સુધારો કરશે.
 • આ ખરડો આ અધિનિયમ હેઠળ શિસ્તની પદ્ધતિને મજબૂત બનાવવા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યો સામેના કેસોના સમયસર નિકાલ માટે જોગવાઈ કરે છે.
 • હાલમાં, ICAI ની શિસ્ત સમિતિમાં ICAI કાઉન્સિલના ત્રણ સભ્યો અને બે સરકારી નામાંકિત સભ્યો આમ પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.
 • આ બિલ ICAIની શિસ્ત સમિતિમાં બે CA અને ત્રણ નોન-CAનો સમાવેશ કરવાની દરખાસ્ત કરે છે અને તેનું નેતૃત્વ બિન-CA કરશે.
 • આ ખરડો સૌપ્રથમવાર ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ વધુ ચર્ચા માટે તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યો હતો.

◾️ મઘાલયના લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો

 • 21 જાન્યુઆરી 2022 મેઘાલયની રચનાની 50મી વર્ષગાંઠ) ના રોજ સીએમ સંગમાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે આ પુલોને યુનેસ્કોની માન્યતા આપવામાં આવે.
 • સંભવિત સૂચિમાં એવા ગુણધર્મોનો સમાવેશ થાય છે જેને સભ્ય રાજ્યો વિશ્વ વારસાની સૂચિમાં સમાવેશ કરવા માટે યોગ્ય માને છે.
 • મે 2021 માં, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત સૂચિમાં છ ભારતીય સ્થળો ઉમેરવામાં આવ્યા હતા.

◾️ જીવંત રુટ બ્રિજ વિશે:

 • જીવંત મૂળ પુલ સ્થાનિક રીતે જિંગકિયાંગ ઝરી તરીકે ઓળખાય છે. તેઓ 150 વર્ષથી વધુ ટકી શકે છે.
 • તેઓ ખાસી અને જૈનતિયા જાતિઓ દ્વારા 10 થી 15 વર્ષોમાં ફિકસ ઇલાસ્ટિકા (ભારતીય રબ૨) વૃક્ષના મૂળને વણાટ અને જીવંત રુટ બ્રિજનું વિતીકરીને ઉગાડવામાં આવે છે.
 • હાલમાં મેઘાલયના 72 ગામોમાં 100 હયાત મૂળ પુલ જાણીતા છે.

તેઓ મેઘાલયના દક્ષિી છે
જીવંત મૂળ પુલ મેઘાલયના ગાઢ ઉપઉષ્ણકટિબંધીય ભેજવાળા પહોળા પાંદડાવાળા જંગલ પ્રદેશમાં જોવા મળે છે.
ખૂબ જ સામાન્ય છે. તેઓ નાગાલેન્ડ રાજ્યમાં પણ મળી શકે છે.

 • પ્રખ્યાત લિવિંગ રુટ બ્રિજ (જીવંત મૂળ પુલ):
  રંગથીલિયાંગ બ્રિજ મેઘાલયનો સૌથી લાંબો રુટ
  બ્રિજ છે.
  નોંગ્રીઆટનો લિવિંગ રૂટ બ્રિજ સૌથી પ્રખ્યાત
  ડબલ-ડેકર લિવિંગ રૂટ બ્રિજ છે. તે પૂર્વ ખાસી હિલ્સમાં સ્થિત છે કે

◾️ સોમનાથ ખાતે અમૃતધારા મહોત્સવનો પ્રારંભ

 • પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ચોપાટી ખાતે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા સંગીત અને નાટ્ય કલા એકેડમી દિલ્હી દ્વારા આયોજિત અમૃતધારા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.
 • આ મહોત્સવમાં કેરળના 300 વર્ષ પુરાણીક મનાતા વાદ્ય ચન્ડામેલમ વાદ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
 • અમૃતધારા ઉત્સવના પ્રથમ દિવસે મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમના ગ્રુપ દ્વારા તેમના પારંપરિક વાદ્ય પુંગ દ્વારા પુંગચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
 • અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા શીલ દ્વારા કૂચીપુડી, ભૂવનેશ્વરના રુદ્રાક્ષ ફાઉન્ડેશન દ્વારા ઓડિસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.

◾️ હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવાની જવાબદારી રાજ્યોની

 • જ્યાં અન્ય કોમોની સરખામણીએ હિન્દુઓની સંખ્યા ઓછી છે ત્યાં તેમને લઘુમતિનો દરજ્જો આપવાની જવાબદારી કેન્દ્રસરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોંપી.
 • હવે ટૂંક સમયમાં જ અનેક રાજ્યોમાં હિન્દુઓ લઘુમતિ જાહેર થઇ શકશે.
 • સાથે જ ભાષાઓને પણ લઘુમતિનો દરજ્જો આપી શકાય છે.
 • કેન્દ્ર સરકારે ખ્રિસ્તી, શીખો, મુસ્લિમો, બૌદ્ધો, પારસીઓ અને જૈનો એમ 6 સમુદાયને રાષ્ટ્રીય સ્તરે લઘુમતિ તરીકે જાહેર કર્યા છે.
 • જ્યાં હિન્દુઓની સંખ્યા ધર્મ કે ભાષાના આધારે ઓછી હોય ત્યાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમને લઘુમતિ જાહેર કરી શકે છે.
 • મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2016માં યહૂદીઓને લઘુમતિ કોમ તરીકે જાહેર કરી હતી.
 • કર્ણાટક સરકારે ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી, તુલુ, લમાની, હિન્દી, કોંકણી અને ગુજરાતી ભાષાને લઘુમતિ ભાષા તરીકે જાહેર કરી છે.
 • ગુજરાતમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈનને લઘુમતી કોમ જાહેર કરેલ છે.

◾️ IMEX-2022 અભ્યાસ:

 • IONS-ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ એ તેની પ્રથમ મેરીટાઇમ એક્સરસાઇઝ 2022 (IMEX-22) ગોવા અને અરબી સમુદ્રમાં 26 – 30 માર્ચ 2022 દરમિયાન યોજી હતી જેમાં IONSના 25 સભ્ય દેશોમાંથી 16 સભ્ય દેશોએ ભાગલીધો.
 • IMEX 22નો ઉદ્દેશ: સભ્ય રાષ્ટ્રો વચ્ચે માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) આકસ્મિકતાને સંબોધવા, કામગીરીનું સંકલન કરવા, વ્યક્તિગત શક્તિઓ પર નિર્માણ કરવા અને નિર્ણાયક ક્ષેત્રોમાં આંતરકાર્યક્ષમતા વિકસાવવાની ક્ષમતાને અસરકારક રીતે સંકલન કરવા માટે IONS ક્ષમતા વિકસાવવી.
 • ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, ઓમાન, કતાર, સિંગાપોર, શ્રીલંકા, થાઇલેન્ડ, UAE અને UK જેવા 15 IONS સભ્ય નૌકાદળના આ વર્ષના નિરીક્ષકોએ પણ કવાયતમાં ભાગ લીધો હતો.
 • વર્ષ 2007 માં સ્થપાયેલ IONS એ હિંદ મહાસાગર ક્ષેત્રના દરિયાકાંઠાના રાજ્યોની નૌકાદળ વચ્ચે સહકાર અને સહયોગ માટેનું મુખ્ય મંચ છે.

◾️ પાંચમી BIMSTEC સમિટ:

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીઓ કૉન્ફરન્સ દ્વારા BIMSTECની 5મી સમિટમાં ભાગ લીધો.
 • શ્રીલંકા સરકાર દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2022NU BIMSTECનું અધ્યક્ષ રાષ્ટ્ર હતું.
 • સમિટના સમાપન પર થાઈલેન્ડે BIMSTECના અધ્યક્ષ રાષ્ટ્ર તરીકે કાર્યભાર સંભાળ્યો.
 • BOMSTECની અધ્યક્ષતા દર વર્ષે મૂળાક્ષર મુજબ બદલાય છે.
 • વર્ષ 2022એ BIMSTECની સ્થાપનાનું 25મું વર્ષ છે.
 • વર્ષ 2022 સમિટની થીમ: Towards a Resilient Region, Prosperous Economies, Healthy People.
 • BIMSTEC: Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation
 • BIMSTEC દેશો: સાત દક્ષિણ એશિયાઈ અને દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ છે.
 • BIMSTECનું સચિવાલય: ઢાકા, બાંગ્લાદેશ.
01 April 2022 Current Affairs in Gujarati

Join Us On Telegram :- Click here

Leave a Comment