આવકનો દાખલો કાઢવા  માટે જરૂરી પુરાવા | aavak no dakhlo form

aavak no dakhlo form : અહીં આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી અને તેના માટે શું પ્રક્રિયા કરવાની હોય તેની જાણકારી આપવામાં આવી છે. છેલ્લે તમે આવકના દાખલો કાઢવા માટે ફોર્મની pdf પણ ડાઉનલોડ કરી શકો છો. 4Gujarat.com પરથી કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેંટની યાદી મેળવી શકો છો.

આવકનો દાખલો કાઢવા  માટે જરૂરી પુરાવા

1). અરજદારનો આધાર કાર્ડ

2). અરજદારનું રેશન કાર્ડ

3). અરજદારનું છેલ્લું લાઇટબિલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોય તો ભાડા કરાર)

4). અરજદારના રહેણાંકની આસ પાસના 2 પુખ્ત પાડોશીના આધાર કાર્ડ (પંચનામું કરવા)

5). 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ

6). 50 રૂપિયાનો સ્ટેમ

7). મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવકનો દાખલો.

દરેક ડોકયુમેંટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવા તથા ઓરિજનલ પુરાવા સાથે રાખવા.

આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પ્રક્રિયા

ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર જઇ ઓનલાઈન આપોઇમેંટ લેવી. (જો આપના ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો.)

આપોઇમેંટની રસીદ અને પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.

ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પિન કરવી.

ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઇ તામારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઇ બધા ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રીને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે)

તલાટીશ્રીના સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.

રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.

આવકનો દાખલો કાઢવા  માટે નું ફોર્મ (aavak no dakhlo form) : Click here

Share this: