📌 ADANI GROUP એ ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો
➡️ અદાણી ગ્રુપે ભારતની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદ્યુત પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા.
➡️ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ છે, જેમાંથી 100% ઉત્પાદિત પાવર અન્ય રાષ્ટ્રને સપ્લાય કરવામાં આવે છે. અદાણી ગ્રુપે 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કર્યો છે.
➡️ અદાણી પાવરે એક ડેડિકેટેડ ટ્રાન્સમિશન લાઈન મારફતે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને નિર્માણ પામેલ વીજળીના પુરવઠા માટે ઝારખંડના ગોડ્ડામાં 1,600 મેગાની ક્ષમતાનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે.
Read More