📌 BCCIએ Dream 11ને ટીમ ઈન્ડિયાના નવા લીડ સ્પોન્સર તરીકે જાહેર કર્યું
➡️ Dream 11 કંપની હવે ટીમ ઈન્ડિયાની મુખ્ય સ્પોન્સર હશે. ભારતીય ક્રિકેટ ટીમ (મહિલા અને પુરુષ)ની જર્સીના મુખ્ય સ્પોન્સર તરીકે હવે ફેન્ટસી ગેમિંગ એપ Dream 11નું નામ ચમકશે. ફેન્ટસી સ્પોર્ટ્સ ગેમિંગ પ્લેટફોર્મ કંપની Dream 11 ત્રણ વર્ષના સમયગાળા માટે ટીમ ઈન્ડિયાની મુખ્ય સ્પોન્સર હશે. છેલ્લા 4 વર્ષમાં બાયજૂસ ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર હતી, પણ હાલમાં જ તેણે BCCI સાથે પોતાનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.
➡️ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સમયગાળા દરમિયાન ઈન્ડિયાની પહેલી ટેસ્ટ શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થશે, ત્યારે ટીમ ઈન્ડિયાની જર્સી પર Dream11 જોવા મળશે.
➡️ એડિડાસ કિટ સ્પોન્સર : ઈંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (WTC ફાઈનલ 2023)ની ફાઈનલ પહેલા BCCI અને Adidas વચ્ચે થયેલા કરાર અંતર્ગત એડિડાસ હવે ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર કિલર બ્રાન્ડ હતી.
➡️ એડિડાસ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આગામી 5 વર્ષ માટે કરાર થયેલ છે. હવે 2028 સુધીમાં Adidas ટીમ ઈન્ડિયાની જર્સી કિટ પર સ્પોન્સર તરીકે જોવા મળશે.
Read More