Table of Contents
Gujarat Xak Xatrap Vansh
ગુજરાતનો ઈતિહાસ : ગુજરાત માં શક ક્ષત્રપ કાળ (ઈ.સ. 33 -400) MCQ QUIZ
ગુજરાતમાં શક ક્ષત્રપ કાળના ૨૦ પ્રશ્નો મુકેલ છે તેની નીચે અન્ય તમામ માહીતી છે.

1 પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?
મૌર્યકાળ
ક્ષત્રપકાળ
ગુપ્તકાળ
અનુમૌર્યકાળ
ગુપ્તકાળ
ઈતિહાસના અન્ય તમામ વંશ વિશે વાંચવા માટે :- અહિયા ક્લિક કરો
2. ‘ક્ષત્રપ’ શબ્દ કઈ ભાષા પરથી ઊતરી આવેલો છે?
ઈરાની
ઈજિપ્ત
મેન્ડેરીન
અફઘાની
ઈરાની
3. ક્ષત્રપવંશની માહિતી નીચેનામાંથી શાને આધારે મળે છે?
સિક્કા
અભિલેખો
A અને B બંને
એકપણ નહીં
A અને B બંને
4. શક જાતિના લોકો કયા દેશમાંથી ભારત આવ્યા હતા?
ઈજિપ્ત
મધ્ય એશિયા
ઈરાન
આફ્રિકા
મધ્ય એશિયા
5. ક્ષત્રપકુળનું પ્રથમ કુળ કયા નામે ઓળખાયું?
કાદમેક
ક્ષહરાત
નહપાન
એકપણ નહીં
ક્ષહરાત
6. રાજા ભૂમકના સિક્કા શાના બનેલા હતા?
ચાંદી
સોનું
તાંબુ
A અને B બંને
તાંબુ
7. નહપાનના સમયમાં નાસિક ખાતે બૌદ્ધ ગુફાઓ કંડારાયેલી છે તેને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે?
પાંડવગુફા
યુધિષ્ઠિર ગુફા
દ્રૌપદી ગુફા
હિડીમ્બા ગુફા
પાંડવગુફા
8. રૂદ્રદામા-1 લાના પિતામહ તરીકે કયા મહાન રાજાને ઓળખવામાં આવે છે?
ભૂમક
નહપાન
ચાષ્ટન
એકપણ નહીં
ચાષ્ટન
9. ક્ષત્રપ વંશના રાજાઓ કયું બિરુદ ધારણ કરતાં હતા?
મહાક્ષત્રપ
ભદ્રમુખ
રાજા
A, B, C ત્રણેય
A, B, C ત્રણેય
10. કયા ગુફાલેખ મુજબ રૂદ્રદામા-1લાની પુત્રી પોતાને કાદમેક કુળની બતાવે છે?
ભીતરી
નાસિક
એહોલ
કણ્હેરી
કણ્હેરી
11. કચ્છના કયા ગામેથી રૂદ્રદામાના સમયના યષ્ટિ લેખો મળ્યા છે?
ઘંટુ
રાપર
ધોળાવીરા
અંધો
અંધો
12. એક માન્યતા મુજબ શક સંવતના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?
કનિષ્ક
ચાષ્ટન
ભૂમક
નહપાન
ઈસ્માઈલ
13. નીચેનામાંથી કયા રાજાનો જુનાગઢમાં આવેલો શિલાલેખ શુદ્ર સંસ્કૃતમાં છે?
અશોક
સ્કંદગુપ્ત
રૂદ્રદામા
ભૂમક
રૂદ્રદામા
14. નીચેનામાંથી કયા રાજાએ જીવનના છેલ્લા શ્વાસ સુધી પુરુષ-વધ ના કરવાની પ્રતિજ્ઞા પાળી હતી અને તે સિદ્ધ કરી બતાવી હતી?
અશોક
રૂદ્રદામા
ભૂમક
નહપાન
રૂદ્રદામા
15. ક્ષહરાત કુળનો નાશ કયા રાજાએ કર્યો હતો?
સાતકર્ણી
કનિષ્ક
પુરુગુપ્ત
શ્રીગુપ્ત
સાતકર્ણી
16. દેવની મોરી (શામળાજી) બૌદ્ધ સ્તુપનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
રૂદ્રસેન-3
રૂદ્રસેન-2
રૂદ્રસેન-4
રૂદ્રદામા-1
રૂદ્રસેન-3
17. દેવની મોરી બૌદ્ધ સ્તૂપને __ નામે પણ ઓળખવામાં આવે છે?
પૃથ્વીરાજનો ટેકરો
રૂદ્રદામાનો ટેકરો
ભોજરાજાનો ટેકરો
એકપણ નહીં
ભોજરાજાનો ટેકરો
18. ક્ષત્રપકાળમાં ચાંદીના સામાન્ય સિક્કા કયા નામે ઓળખાતા?
આહત
પણ
કાષાર્પણ
રતિ
કાષાર્પણ
19. ક્ષત્રપ આનર્ત (ઉ.ગુજરાત) અને સૌરાષ્ટ્ર સંયુકત વહીવટી એકમ ગણાતું નીચેનામાંથી કયા નામે તેને ઓળખવામાં આવતું?
રાષ્ટ્ર
આહાર
A અને B બંને
એકપણ નહીં
A અને B બંને
20. ક્ષત્રપકાળમાં ગુજરાતમાં કઈ લીપીનો વિકાસ થયો હતો?
પાલી
બ્રાહ્મી
ખરોષ્ઠી
અરામાઈક
બ્રાહ્મી

ગુજરાતમાં શક ક્ષત્રપ કાળ વિશે તમામ માહિતી
- મૌર્યકાળ બાદ ભારતમાં કોઈ પ્રતાપી શાસક ન હોવાને કારણો મધ્ય એશિયા (ઈરાન)થી આવેલા શક લોકોએ ભારત અને ગુજરાતમાં શાસન કર્યું હતું. શક લોકોના શાસનને લીધે તેઓ ક્ષત્રપ તરીકે ઓળખાયા.
- ક્ષત્રપ એટલે પ્રાંતનો સુબો કે પૃથ્વીપાલ.
- ગુજરાતમાં ક્ષત્રપોના બે કુળ હતા.
- ક્ષહરાત
- કાર્દમક
- ક્ષહરાત કુળમાં ભૂમક અને નહપાન નામે બે રાજાઓ થયા.
- ક્ષહરાત કુળના શાસક નહપાને ભરૂચ પ૨ શાસન કર્યું હોવાના પુરાવા મળી આવે છે. નહપાનને સાતવાહન વંશના રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીએ પરાજય આપ્યો હતો.
- ઈ.સ.નો પ્રારંભ થયો તે અરસામાં પશ્ચિમ ભારતમાં કાર્દમક વંશનો શક ક્ષત્રપ રૂદ્રદામાનું શાસન હતું. કચ્છ (ખાવડા) ના અભિલેખમાં રૂદ્રદામાને ક્ષત્રપ કહ્યો છે. કણ્હેરી ગુફાલેખમાં રૂદ્રદામાની પુત્રી કાર્દમક કુળની હોવાનું જણાય છે. ઈરાનમાં આવેલ કાર્દમા નદી (ઝરકશન)ના નામ પરથી આ કુળનું નાથ કાર્દમક વંશ રાખવામાં આવ્યું. રૂદ્રદામાના સમયમાં ડાંગ, વાંસદા, ધરમપુર અને વાગડના ભીલ પ્રદેશ નિષાદના નામે ઓળખાતું હતું. રૂદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત આનર્તના નામે ઓળખાતું હતું. રૂદ્રદામાએ છેલ્લા શ્વાસ સુધી પુરૂષ-વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- શક શાસકોમાં વલભીનો મહાક્ષત્રપ રૂદ્રદામન સૌથી નોંધપાત્ર છે. ઈ.સ. 130 થી 150 દરમિયાન તેણે ગુજરાતમાં સિંધ, કોકણ, નર્મદા, ધારી, માળવા તથા કાઠિયાવાડ પર શાસન કર્યું. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતુ. તેની રાજધાની ઉજજૈનમાં હતી.
- અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ રૂદ્રદામનનો અભિલેખ સંસ્કૃત (દેવનગરી લિપિ)માં મળી આવ્યો છે જે ભારતનો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ છે. જેમાં ગિરનારમાં સુદર્શન તળાવનું સમારકામ રૂદ્રદામનના સૂબા સુવિશાખે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.
- રાજા રુદ્રસિંઠ પહેલાના સમયમાં આ વંશના સિકકાઓ પર વર્ષની સંખ્યા દર્શાવા લાગી. તેમના સિક્કા પ્રાયઃચાંદીના, નાના કદના અને ગોળ આકારના છે. તેમા રાજા તથા પિતાના નામનો ઉલ્લેખ જોવા મળે છે.
- રુદ્રસેન પહેલાના સમયના બે શિલાલેખો મળી આવે છે.
- મૂલવાસર (જામનગર)
- ગઢા (રાજકોટ)
- નેત્રંગ નજીક આવેલ કડિયા ડુંગરની ગુફાઓમાં (બૌદ્ધ ધર્મ) મળેલ બ્રાહ્મી લિપિનો સિંહસ્થંભ ક્ષત્રપકાળનો છે.
- શક-ક્ષત્રપોના સમયમાં ગુજરાતમાં શક સંવત પ્રચલિત હતો. શામળાજી પાસે ‘દેવની મોરી’ નામના સ્થળે પ્રાપ્ત થયેલા બૌદ્ધ વિહારોના અવશેષો શક-ક્ષત્રપોના સમયના છે. જે રૂદ્રસેન ત્રીજાના સમયમાં બંધાવાયા હતા.
- અંતિમ શક-ક્ષત્રપ રાજા રૂદ્રસિંહ ત્રીજાની ચંદ્રગુપ્ત બીજા સામે હાર થતાં ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થઈ.
- ક્ષત્રપનો અંત અને ગુપ્તકાળની શરૂઆત વચ્ચેના સત્તરેક વર્ષના ગાળા દરમિયાન ગુજરાતમાં સર્વ ભટ્ટાર્કની સત્તા સમયના ત્રિશુલ ચિષહ્નવાળા સિક્કા મળ્યાં છે.
વિશેષ નોંધ :
- ક્ષત્રપકાળ દરમિયાન સંસ્કૃત ભાષા પ્રચલિત હતી.
- શક-ક્ષત્રપો ‘રાજા’, ‘ક્ષત્રપ’, ‘મહાક્ષત્રપ’, ‘સ્વામી’ અને ‘ભદ્રમુખ’ જેવાં બિરૂદ ધારણ કરતાં હતાં.
- ક્ષત્રપકાળના સોનાના સિક્કા સોંતેલા કહેવાતા હતા.
- ક્ષત્રપકાળ દરમિયાન ચાંદીના સિક્કાને કર્ષાપણ (કાર્ષાપણ) કહેતા હતા.
ગુજરાત માં શક ક્ષત્રપ કાળ ના મુખ્ય સ્થાપત્યો
- મંડોવરની બૌદ્ધ ગુફાઆ (વેરાવળ)
- ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ (રાજકોટ)
- બોરિયા ખીણ પાસેનો બૌદ્ધ સ્તુપ (જૂનાગઢ)
- કડિયા ડુંગરની ગુફાઓ (ભરૂચ)
- સાણા ડુંગરની ગુફાઓ (ગીર સોમનાથ)
- ઢાંક પાસેની જૈન ગુફાઆ (રાજકોટ)
- રસાોપદ્દિપ વાવ
- મેવાસા શિલાલેખ, વાંઢનો શિલાલેખ, અંધૌ શિલાલેખ
- ઈટાવા સ્તૂપ (જૂનાગઢ)
- તળાજા (એભલ મંડપ)ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)
- વિશાળ શિવલીંગ (ખેડબ્રહ્મા)
- અશ્વાવ બૌદ્ધતીર્થ (ભરૂચ)
- દેવની મોરી સ્તુપ (શામળાજી)
- તારંગા (મહેસાણા) (રાજા વેણીવત્સરાજે અહીં બૌદ્ધ ધર્મનું તારાદેવીનું મંદિર બંધાવ્યું હતું.)
- જૂનાગઢના ત્રણ ગુફા સમૂહો
- બાવા પ્યારેનો ગુફા સમૂહ
- ઉપરકોટની ગુફાઓનો સમૂહ
- ખાપરા કોડિયાની ગુફાઓનો સમૂહ
શક સંવત
- ભારતમાં શક સંવતની શરૂઆત ઈ.સ 78માં કનિષ્કે કરી હતી જ્યારે વિક્રમ સંવત (દેશી પંચાગ) ની શરૂઆત ઈ.સ. પૂર્વે 56માં વિકમાદિત્યએ કરી હતી.
- ભારતનું પંચાગ ‘શક સંવત’ને આધારે તૈયાર કરવામાં આવે છે જે મુજબ ભારતીય પંચાગનો પ્રથમ માસ ‘ચૈત્ર અને અંતિમ માસ ‘ફાગણ’ છે જ્યારે વિક્રમ સંવત મુજબ પ્રથમ ગુજરાતી માસ ‘કારતક’ અને અંતિમ માસ ‘આસો’ છે.
- શક સંવત મુજબ પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે અને જો લિપ વર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે.
ગુજરાત માં શક ક્ષત્રપ નું રાજય તંત્ર
- ક્ષત્રપ રાજ્યનો વિસ્તાર ઘણો હેતો. જેમાં ગુજરાત અને માળવા ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો.
- દખ્ખણના સાત વાહનોએ આ પ્રદેશ જીતી લીધા બાદ કાર્દમક કુળના રાજા ચાષ્ટન અને રુદ્રદામાએ એમાના ઘલા ખરા પ્રદેશ પાછા મેળવ્યા પરંતુ દશિણમાં ક્ષત્રપ રાજ્યનો વિસ્તાર નર્મદા સુધી સિમિત રહ્યો.
- રાજ્યનો વહીવટ મહાક્ષત્રપ કરતો અને ક્ષત્રપ તેમાં તેને મદદ કરતો તે બન્ને ‘રાજા’ કહેવાતા અને પોતાના નામે સિક્કા બહાર પાડતા.
- કેટલાક રાજા ‘સ્વામી’ અને ‘ભદ્રમુખ’ જેવા બિરૂદ પણ ધારણ કરતા. રાજ્યમાં ‘રાષ્ટ્ર’ અને ‘આહાર’ નામે મોટા વહીવટી વિભાગ હતા.
- આ કાળમાં ચાંદીના સિક્કાને ‘કાર્ષાપણ’ અને સોનાના સિક્કાને સુવર્ણ કહેતા. જેમાં 35 કાર્ષાપણ = 1 સુવર્ણ ગણાતો. ચાંદીના સિક્કા પરના લખાણમાં રાજાનું નામ તથા પિતાનું નામ બિરૂદો સાથે દર્શાવાતું હતું.
ગુજરાત માં શક ક્ષત્રપ કાળની ભાષા અને લિપિ
- ક્ષત્રપ કાળના લખાણોમાં અભિલેખો એતિહાસિક મહત્વ ધરાવે છે. આ અભિલેખો મોટાભાગે સંસ્કૃતમાં લખાયેલા છે.
- મહાક્ષત્રપ રૂદ્રદામાનો જૂનાગઢમાં આવેલ શિલાલેખ ઉચ્ચ કાવ્યમય ગધશૈલીની પ્રશસ્તિનો ઉત્તમ નમૂનો છે.
- અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી પાસેના દેવની મોરીના અસ્થિપાત્ર પરનો લેખ સાદી સંસ્કૃત પધ રચના ધરાવે છે. જ્યારે તેની સાથે રહેલું ધાર્મિક લખાણ પાલી ભાષામાં લખાયેલું છે.
- આ કાળમાં રચાયેલા જૈન ગ્રંથો પૈકી કેટલાક સંસ્કૃત ભાષામાં તથા કેટલાક પ્રાકૃત ભાષામાં લખાયા છે.
ગુજરાતનો ઈતિહાસ : ગુજરાત માં શક ક્ષત્રપ કાળના વનલાઈનર પ્રશ્રો
1. કયા કાળમાં ગુજરાત ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખાતો હતો?
– ક્ષત્રપકાળમાં
2. છેલ્લો ક્ષત્રપ શાસક કોણ હતો ?
– રૂદ્રસિંહ ત્રીજો
3. અશોકના શીલાલેખ પર અન્ય કયા શાસકોનો ઉલ્લેખ મળે છે ?
– શક ક્ષત્રપ રૂદ્રદામા, ગુપ્તશાસક સ્કંદગુપ્ત
4. શક ક્ષત્રપકાલીન સ્તૂપ ગુજરાતમાં કયાં આવ્યો છે ?
– શામળાજી નજીક દેવની મોરી
5. શકો પોતાને કયા નામે ઓળખાવતા હતાં?
– ક્ષત્રપ
6. ક્ષત્રપકાળના સોનાના સિક્કા શું કહેવાતા હતા?
– સોંતેલા
7. સુવિશાખ કોનો રાજ્યપાલ (રાષ્ટ્રીય) હતો?
– મહાક્ષત્રય રૂદ્રદામા
8. કણ્હેરી ગુફાલેખમાં રુદ્રદામાની પુત્રી પોતાને કયા કુળની ઓળખાવે છે?
– કાર્દમક
9. જેના નામ પરથી કર્દમક કુળ પડયું એ કર્દમા નદી (ઝરકશન) કયાં આવેલી છે?
– ઈરાનમાં
10. રૂદ્રદામાના સમયમાં ડાંગ, વાંસદા, ધરમપુર, વાગડનો ભીલ પ્રદેશને કયા નામે ઓળખવાંમે ઓતો હતો?
– નિષાદ
11. રૂદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું?
– આનર્ત
12. ગુજરાતના કયા પ્રાચીન રાજાએ છેલ્લા શ્વાસ સુધી પુરૂષ-વધ ન કરવાની પ્રતિન્ના લીધી હતી?
– રૂદ્રદામા
13. સિક્કાઓ પર વર્ષ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી?
– રૂદ્રસિંહ પહેલો
14. કાડિયા ડુંગરની ગુફાઓ કયાં જિલ્લામાં આવેલી છે?
– ભરૂચ
15. ખાપરા કોડિયાની ગુફા ગુજરાતમાં કયાં આવેલી છે?
– જૂનાગઢ
16. વિક્રમાદિત્ય વિક્રમ સવંતની શરૂઆત કયારે કરી હતી?
– ઈ.સ. પૂર્વે 56 માં
17. શક સવંત અનુસાર ભારતીય પંચાગના પ્રથમ માસ ક્યો આવે છે?
– ચૈત્ર
18. વિક્રમ સવંત અનુસાર પ્રથમ માસ ક્યો આવે છે?
– કારતક
19. શક સંવત મુજબ કઈ તારીખે વર્ષનો પ્રથમ દિવસ હોય છે?
– 22 માર્ચ
20. ક્ષત્રપ કાળમાં ચાંદીના સિક્કાને કયાં નામે ઓળખવામાં આવતા હતા?
– કર્ષાપણ
21. ક્ષત્રપ કાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી?
– સંસ્કૃત
22. રાજકોટના ઢાંક પાસેની જૈન ગુફાઓનું નિર્માણ કોના સમયગાળા દરમિયાન થયું હતું?
– શક ક્ષત્રપ કાળમાં
23. મૂલવાસર (જામનગર) અને ગઢા (રાજકોટ) જેવા
શિલાલેખો કોના શાસનકાળમાં મળી આવ્યા હતા?
– રૂદ્રસેન પહેલાના
24. સાણા ડુંગરની ગુફાઓ ગુજરાતમાં કયાં જિલ્લામાં આવેલી છે?
– ગીર સોમનાથ
25. ભૂમક અને નહપાન ક્યાં કુળના શક રાજા હતા?
– ક્ષહરાત