Gujaray Itihas – Maitrak Vansh In Gujarati – 2022

Gujaray Itihas – Maitrak Vansh In Gujarati – 2022

આ પોસ્ટમા ગુજરાતના ઇતિહાસમા થયેલ મૈત્રક કાળના (મૈત્રક વંશ) MCQ પ્રશ્નોનો સમાવેશ કરવામા આવેલ છે.

Maitrak vansh in Gujarati : : અહીં ગુજરાતનાં વલભીમાં સ્થપાયેલ મૈત્રક વંશના ઇતિહાસ વિષે માહિતી આપવામાં આવી છે.

Maitrak Vansh In Gujarati MCQ Quiz

1 ઈ.સ 677 માં કયા અરબ સરદારે ઘોઘા પર હૂમલો કર્યો હતો?

ઈસ્માઈલ

ફિરોઝ

આલાપખાન

મહમદ

ઈસ્માઈલ

2. કઈ સાલમાં સેનાપતિ ભટ્ટાર્ક મૈત્રકવંશની સ્થાપના કરી ?

480

475

470

490

470

3. ગુજરાત ના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય છે ?

ભટ્ટાર્ક

શિલાદિત્ય

ધ્રુવસેન -1

એકપણ નહી

ભટ્ટાર્ક

4. ગુજરાત નો આધારભૂત ઈતિહાસ ક્યાં થી શરૂ થાય છે ?

વલભી

ગિરિનગર

લાટ

મહીકાંઠો

વલભી

5. ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી હોવાનું માન કોના ફાળે જાય છે ?

ભૂપા

મંજૂષા

વૈદેહી

ગાર્ગી

ભૂપા

6. ગુજરાતમાં મૈત્રક વંશ ની સ્થાપના કોણે કરી ?

ધ્રુવસેન-1

શિલાદિત્ય

ભટ્ટાર્ક

ધરસેન -4

ભટ્ટાર્ક

7. ગુણમતી & સ્થિરમતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા?

વલભી

નાલંદા

તક્ષશિલા

વિક્રમશિલા

વલભી

8. ધરસેન -4 એ કયા ઉપનામ ધારણ કર્યા હતા?

મહારાજાધિરાજ

પરમ ભટ્ટાર્ક

ચક્રવર્તી

બધાજ

બધાજ

9. ભટ્ટાર્કના સિક્કાઓ પર શેનું ચિહન જોવા મળે છે.

ત્રિશુલ

ગરુડ

વાઘ

હાથી

ત્રિશુલ

10. મૈત્રક કાળ માં ગુજરાત ની રાજધાની કઈ હતી ?

ગિરિનગર

વલભી

અમદાવાદ

ભ્રૂગકર્ણ

વલભી

11. મૈત્રક વંશ કયા ધર્મ ને અનુસરતા હતા ?

બૌદ્ધ

જૈન

શિવ

ભાગવત

શિવ

12. મૈત્રક વંશ ના કયા રાજાએ ‘ ધર્માદિત્ય’ ઉપનામ ધારણ કરિયું ?

શિલાદિત્ય-1

શિલાદિત્ય-7

શિલાદિત્ય-4

બાલાદિત્ય

શિલાદિત્ય-1

13. મૈત્રક વંશ નો અંતિમ રાજા કોણ હતો ?

શિલાદિત્ય-5

શિલાદિત્ય-4

શિલાદિત્ય-7

બાલાદિત્ય

શિલાદિત્ય-7

14. મૈત્રક વંશનો કયો રાજા ‘પ્રજાપ્રિય શાસક “તરીકે ઓળખાય છે?

ધરસેંન- 4

ગૃહસેન

શિલાદિત્ય-7

ધ્રુવસેન- ૨

ગૃહસેન

15. વલભી નો અર્થ શું થાય છે ?

રણમેદાન

વિધ્યાપીઠ

મારૂભૂમિ

છાપરું

છાપરું

16. વલભી બ્રિટિશકાળ માં કયા નામે ઓળખાતું હતું ?

વળા

વલ્લભ

વલ્લ્મ્પુર

વલભી

વળા

17. વલભી વિદ્યાપીઠની સ્થાપના કોના શાસનમાં થઈ હતી?

ધરસેન-4

ધરસેન-1

ગૃહસેન

શિલાદિત્ય -1

ધરસેન-1

18. વલભી વિધ્યાપીઠ ક્યાં આવેલી હતી ?

જામનગર

ભાવનગર

રાજકોટ

પોરબંદર

ભાવનગર

19. શિલાદિત્ય -7 એ કયું ઉપનામ ધારણ કર્યું હત ?

રાજાધિરાજ

પરમમહાદેશવર

ધ્રુવ ભટ્ટ

A&B બંને

ધ્રુવ ભટ્ટ

20. સૌપ્રથમ “કલ્પસૂત્ર” શહેરમાં વાંચવાનું શ્રેય કયા મૈત્રક રાજાના ફાળામાં જાય છે?

ધ્રુવસેન

ધરસેન -4

બાલાદિત્ય

શિલાદિત્ય

ધ્રુવસેન

Maitrak vansh in Gujarati

>> ઇ.સ 467માં ગુપ્ત શાસક સ્કંદગુપ્તના અવસાન પછી હુણોના આક્રમણોને લીધે ટૂંક સમયમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ત્યારે બળવાન કેન્દ્રિય સત્તાના અભાવે સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજયમાંથી છૂટું પડી ગયું.

>> સ્કંદગુપ્તણો સૌરાષ્ટ્રણો સૂબો પર્ણદત હતો, તેનું વડુ મથક ગિરનાર હતું. પર્ણદતના અવસાન પછી ભટ્ટાર્ક સત્તા મેળવી અને પાટનગર વલભી ખસેડયું.

>> વલભીએ સંસ્કૃત નામ છે, પાકૃતમાં તેને “વલહી” કહેવાય છે. 

>> વલભી ઘેલો નદીના કિનારે આવેલું છે.

>> વલભીનો અર્થ ‘છાપરું’ એવો થાય છે.

>> બ્રિટિશ કાળમાં વલભી ‘વળા’ તરીકે ઓળખાતું હતું.

>> વલભીપૂર હાલ ભાવનગર જીલ્લામાં આવેલું છે.  

>> ચીની મુસાફર ઈત્સિંગને નોધ્યું છે કે ભારતમાં બે મોટી વિદ્યાપિઠો છે. (1) નાલંદા (2) વલ્લભી જેમાની વલ્લભીવિદ્યા પીઠ વલભીમાં આવેલી હતી.

>> ભટ્ટાર્ક ભલે સ્વતંત્ર થયા પણ તેને ગુપ્તવંશ સાથે સંબધ રાખતા તેને “સેનાપતિ”નું બિરુદ જાળવી રાખ્યું હતું. ભટ્ટાર્કના પુત્ર ધરસેન પહેલાએ સેનાપતિનું બિરૂદ જાળવી રાખ્યું હતું, પણ ધરસેન પહેલાના નાનાભાઈ “દ્રોણસિંહે” મહારાજનું બિરુદ ધારણ કર્યું હતું.

ધ્રુવસેન-પહેલો

>> દ્રોણસિંહ પછી તેનો નાનો ભાઈ “ધ્રુવસેન-પહેલો” ગાદીએ આવ્યો.

>> ધ્રુવસેન- પહેલાના સમયમાં ઇ.સ 526માં વલભીમાં જૈનધર્મની બીજી મહાપરિષદ મળી હતી.

>> આ મહાપરિષદ બોલવા પાછળ ધ્રુવસેન-પહેલાની રાણી “ચંદ્રલેખાં” નો અથાક પ્રયત્ન હતો.

>> જૈન ધર્મની આ પરિષદમાં જૈન ધર્મના “આગમો” નું સંપાદન કરવામાં આવ્યું હતું.

>> આ પરિષદમાં જૈન ધર્મના બે ભાગ થયા. (1) શ્વેતાબંર (2) દિગંબર

>> ધ્રુવસેન પ્રથમના સમયે મૈત્રકોની રાજસત્તા સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વિસ્તરેલી હતી.

ધરપટ્ટ

>> ધ્રુવસેન-પહેલા પછી તેનો નાનો ભાઈ ‘ધરપટ્ટ’ રાજગાદીએ બેઠો.

>> ધરપટ્ટનો ઉલ્લેખ “પરમ આદિત્યભક્ત” તરીકે થયેલો છે.

>> ધરપટ્ટ મૈત્રક વંશની શિવભક્તિ પરંપરાથી તેને અલગ પાડે છે અને સૂર્યપુજાનું ઉદાહરણ પૂરું પાડે છે.

ગૃહસેન

>> ધરપટ્ટ પછી તેનો પુત્ર “ગૃહસેન” વલભીનો રાજા બન્યો.

>> ગૃહસેને ખેટક(ખેડા)નો સમાવેશ વલભીમાં કર્યો અને સમસ્ત આનર્ત દેશ પર મૈત્રકોની સત્તા સ્થાપી.

>> કન્નોજના મોખરી વંશના રાજવી “ઈશ્વર વર્મા” ગિરનાર સુધી ઘસી આવ્યો તેને હાંકી કાઢવામાં ગૃહસેન સફળ રહ્યા.

ધરસેન-બીજો

>> ગૃહસેન પછી તેનો પુત્ર “ધરસેન-બીજો” રાજ ગાદીએ આવ્યો.

શીલાદિત્ય-પહેલો

>> ધરસેન-બીજા પછી તેનો પુત્ર “શીલાદિત્ય-પહેલો” રાજ ગાડીએ આવ્યો.

>> શીલાદિત્ય-પહેલો પ્રતાપી રાજા હતો તેના સમયમાં મૈત્રકવંશનું શાસન માળવા સુધી વિસ્તરેલું હતું.  

>> શીલાદિત્ય-પહેલાએ “ધર્માદિત્ય” ની પદવી ધારણ કરી હતી.

>> “આર્યમંજુશ્રી મૂલકલ્પ” ગ્રંથમાં શીલાદિત્ય-પહેલાને “ધર્મરાજ” કહેવાયો છે.

>> ગુપ્ત સમ્રાટોની જેમ બીજું નામ ધારણ કરવા વાળો પ્રથમ રાજા છે.

>> શીલાદિત્ય-પહેલો દર વર્ષે એક “મોક્ષપરિષદ” નું આયોજન કરતો હતો. તેમાં ભિક્ષુકોને પુષ્કળ દાન આપતો હતો.

>> ચીની મુસાફર “હ્યુ-એન-ત્સાંગ” એ તેમની દાનપ્રિયતાના વખાણ કર્યા છે.

>> શીલાદિત્ય-પહેલાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાનો દેવભદ્રનામનો પુત્ર હોવા છતાં, તપોતાના નાના ભાઈ “ખરગ્રહ-પ્રથમ” ની પસંદગી કરી હતી.

>> ખરગ્રહ-પ્રથમ પછી “ધરસેન-ત્રીજો”  ગાદીએ બેઠો.

ધ્રુવસેન બીજો

>> ધરસેન ત્રીજા પછી તેનો નાનો ભાઈ “ધ્રુવસેન-બીજો” રાજગાદ્દીએ બેઠો.

>> ધ્રુવસેન બીજાએ “બાલાદિત્ય” ઉપનામ ધારણ કર્યું હતું. 

>> ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રક રાજાઓની કિર્તિ સંપૂર્ણ ભારતમાં પ્રસરી હતી.

>> ઇ.સ 629 થી 640ની વચ્ચે ભારતના સમ્રાટ “હર્ષવર્ધને” વલભી ઉપર આક્રમણ કર્યું હતું અને તેમાં “ધ્રુવસેન બીજા” ની હાર થઈ હતી.

>> ધ્રુવસેન બીજાએ ભરૂચના ગુર્જર રાજા દદ્દબીજાના દરબારમાં શરણ લીધી અને તેમણે હર્ષવર્ધન પાસેથી ધ્રુવસેન-બીજાનું રાજય પાછું અપાવ્યું.

>> હર્ષવર્ધને ધ્રુવસેન બીજાને પોતાના પક્ષમાં રાખવા પોતાની પુત્રીના લગ્ન ધ્રુવસેન-બીજા સાથે કરાવ્યા હતા.

ધરસેન-ચોથો

>> ધ્રુવસેન-બીજા પછી તેનો પુત્ર “ધરસેન-ચોથો” રાજગાદીએ બેઠો.

>> ધરસેન ચોથાએ “પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તી જેવા બિરૂદો ધારણ કર્યા હતા. 

>> ધરસેન-બીજો ચક્રવતીનું મહાબિરુદ ધારણ કરનાર મૈત્રક વંશનો પ્રથમ રાજા હતો.

>> ધરસેન-ચોથાના સમયમાં મૈત્રક વંશનો વિસ્તાર સૌરાષ્ટ્ર, ખેટક, ભૂર્ગુકચ્છ, શિવભાગપૂર, સૂર્યાપર, આનર્તપૂર, માલવા અને સહ્યાદ્રી સુધી પ્રસર્યો હતો.

>> ધરસેન-ચોથાના સમયમાં વલભી રાજય આર્થિક સમૃદ્ધિની ટોચે પહોચ્યું હતું.

>> “રાવણવધ” અને “ભટ્ટીકાવ્ય” નામના પ્રખ્યાત ગ્રંથના રચયેતા “કવિભટ્ટી” ધરસેન-ચોથાના કવિ આશ્રિત હતા.

>> ધરસેન ચોથા પછી ક્રમશ: ધુવસેન-ત્રીજો, ખરગ્રહ-બીજો(ધર્માદિત્ય), શીલાદિત્ય-ત્રીજો, શીલાદિત્ય-ચોથો, શીલાદિત્ય-પાંચમો, શીલાદિત્ય- છઠ્ઠો અને છેલ્લે શીલાદિત્ય-સાતમો વલભીની રાજગાદી પર આવ્યા હતા.

શીલાદિત્ય-સાતમો મૈત્રક વંશનો છેલ્લો રાજા હતો.

Join Us On Telegram

Maitrak Vansh In Gujarati

Leave a Comment