પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી. જે વ્યક્તિ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં અસફળ રહ્યા છે તેમને દંડ ભરવો પડશે. 31 માર્ચ થી પ્રથમ ત્રણ મહિના સુધીમાં 500 રૂપિયા અને ત્યાર બાદ 1000 રૂપિયા દંડ ભરવાનો રહેશે. એટલે કે, 1લી એપ્રિલ, 2022 થી 30મી જૂન, 2022 ની વચ્ચે જે કોઈ પણ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરશે તો તેને 500 રૂપિયા દંડ ભરવો પડશે. તેવી જ રીતે, જો 30 જૂન, 2022 પછી લિંક કરવામાં આવ્યું હોય, તો વ્યક્તિએ રૂ.1000નો દંડ ભરવો પડશે. સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. જેના માટે 31 માર્ચ, 2023 સુધીનો સમય નક્કિ કરવામાં આવ્યો છે. કુલ 61 કરોડ પાન કાર્ડમાંથી 48 કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને 31 માર્ચ સુધીમાં પાન આધાર લિંક નહી કરવામાં આવે તો તે લોકોને વેપાર અને ટેક્સ સંબંધી ગતિવિધિઓનો લાભ નહી મળે.

“પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 સુધીનો સમય નક્કી કર્યો હતો. પણ હવે Income tax India એ ટ્વીટ કરીને જણાવ્યું કે; 30 જૂન, 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકાશે.”

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?


પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નીચે આપેલ માહીતી અનુસાર આગળ વધો:

 1. સૌપ્રથમ, આવકવેરાની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
 2. પછી તમે ‘ક્વિક લિંક્સ‘ વિભાગમાં જાઓ અને ‘લિંક આધાર‘ પર ક્લિક કરો
 3. ક્લિક કર્યા બાદ, તમારો પાન નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો.
 4. પછી ‘I validate my Aadhar details’ નો વિકલ્પ પસંદ કરો
 5. તમને તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે. તેને દાખલ કરો અને પછી ‘Validate‘ પર ક્લિક કરો
 6. બસ! દંડ ભર્યા બાદ તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થઇ જશે.

દંડ કેવી રીતે ભરવો?

તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે દંડ ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો:

 1. સૌ પ્રથમ તમે પાન-આધાર લિંક માટે અહી કિલક કરો 
 2. ત્યાર પછી, પાન-આધાર લીકિંગની વિનંતી માટે ‘CHALLAN NO./ITNS 280′ પર ક્લિક કરો અને ‘Tax Applicable‘ પસંદ કરો
 3. નેટબેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથી ચુકવણીની પદ્ધતિ પસંદ કરો
 4. તમારો પાન નંબર દાખલ કરો અને એસેસમેન્ટ વર્ષ પસંદ કરો, પછી સરનામું દાખલ કરો
 5. છેલ્લે કેપ્ચા ભરો અને Proceed પર ક્લિક કરો
 6. બસ! સફળતાપૂર્વક તમારું પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગ સ્ટેટસ કેવી રીતે તપાસવું?

પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક થયું કે કેમ તે લિંકિંગ સ્ટેટસ ચેક કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો: 

 1. સૌથી પહેલા, આવકવેરા વિભાગની ઓફિસિયલ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ 
 2. પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
 3. જુઓ લિંક આધાર સ્ટેટસ‘ પર ક્લિક કરો

અન્ય માહિતી

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.