Vidhva sahay yojana gujarat | વિધવા સહાય યોજના ફોર્મ pdf | ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના 2024

Vidhva sahay yojana Gujarat : ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે વિધવા સહાય યોજના શરૂ કરી છે. જે યોજના વર્તમાનમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના નામથી ઓળખવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત આવે છે. અહીં આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી, ક્યાં અરજી કરવી અને કયા કયા પુરાવાની જરૂર પડશે તેની જાણકારી આપવામાં આવી છે.

Table of Contents

  • Vidhva sahay yojana Gujarat
    • વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
  • વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ
    • વિધવા સહાય માટે જરૂરી પુરાવા
    • વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા
    • વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુન: લગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા
  • ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી
    • Vidhva sahay yojana details in Gujarati
    • વિધવા સહાય યોજના ફોર્મ pdf
  • વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
  • વિધવા સહાય માટે જરૂરી પુરાવા
  • વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા
  • વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુન: લગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા
  • Vidhva sahay yojana details in Gujarati
  • વિધવા સહાય યોજના ફોર્મ pdf

Vidhva sahay yojana Gujarat

Vidhva sahay yojana gujarat (Ganga swaroop yojana gujarat) અંતર્ગત લાભાર્થીને ગુજરાત સરકાર દ્વારા દર મહીને લાભાર્થીને રૂ. 1250 (વાર્ષિક રૂ. 15000/-) મળશે. જે સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતોનું પાલન થવું જરૂરી છે.

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • આ લાભ મુળ ગુજરાતના નાગરિકને મળશે.
  • આ યોજનાનો લાભ ગંગા સ્વરૂપ (વિધવા) લાભાર્થીને જ મળશે.
  • શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 1,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક 1,20,000 કરતાં વધુ ન હોવી જોઈએ.

વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ

અહીં વિધવા સહાય માટે જરૂરી પુરાવા, વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા અને વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુન: લગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવાની યાદી અહીં આપવામાં આવી છે.

વિધવા સહાય માટે જરૂરી પુરાવા

1). અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવકનો દાખલો/પ્રમાણ પત્ર (1,50,000 થી ઓછી આવક હોવી જોઈએ)

2). અરજદારનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ

3). અરજદારનું રેશન કાર્ડ

4). અરજદારના પતિના મરણનો દાખલો

5). અરજદારનું લાઇટબિલ અથવા વેરાબિલ

6). અરજદારના તમામ સંતાનોના આધારકાર્ડ

7). પુન: લગ્ન નથી કયા તેનું પ્રમાણપત્ર

8). અરજદારની ઉંમરનો પુરાવો (જેમાં શાળા છોડયાનું પ્રમાણપત્ર, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો આ કોઈ એક આપવું પડશે)

9). અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

10). 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટા

વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા

1). અરજદારનું રેશન કાર્ડ

2). પેઢીનામાં અંગેની અરજી રૂ. 3 કોર્ટ ફી સ્ટેમ સાથે

3). અરજદારના પતિનું મરણ નો દાખલો.

4). અરજદારનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ

5). અરજદારનું લાઇટબિલ અને વેરાબિલ

6). અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા

7). 3 પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઇઝના ફોટા

વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુન: લગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા

1). અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

2). પુન: લગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ. 3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.

3). અરજદારના પતિનો મરણનો દાખલો

4). અરજદારના તમામ સંતાનોના આધારકાર્ડ

5). અરજદારનું લાઇટબિલ અથવા વેરાબિલ

6). અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો

7). 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી

અરજદારે તેના વિસ્તારની મામલતદારશ્રી ની કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ફોર્મ મેળવી ત્યાં અરજી કરવાની રહેશે.

Vidhva sahay yojana details in Gujarati

  • અરજદના પતિના વારસદારો દર્શાવતુ પેઢીનામું અને પુન: લગ્ન કરેલ નથી તેનું સોગંધનામું /એફિડેવિટ બંને એક સાથે 50 રૂપીયાના સ્ટેમ્પ પર કરાવવું.
  • દરેક પૂરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી/સિક્કા મરવવા તથા ઓરિઝનલ પુરાવા સાથે રાખવા.
  • અરજદારે પેઢીનામાં અને પુન:લગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું.  
👉
👉
👉
👉

વિધવા સહાય યોજના ફોર્મ pdf

વિધવા સહાય યોજના માટે તમે મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અને તલાટી મંત્રી પાસેથી પણ ફોર્મ મેળવી શકો છો. તથા અહીં નીચે આપેલ click here ના બટન પર ક્લિક કરી વિધવા સહાય યોજના ફોર્મની pdf ડાઉનલોડ કરી શકો છો.

વિધવા સહાય યોજના ફોર્મ pdf : Click here

Vidhva sahay yojana helpline number : 155209

અહીં ફક્ત Vidhva sahay yojana Gujarat વિશે તમને માહિતગાર કરવાના હેતુથી માહિતી આપવામાં આવી છે. વધુ માહિતી તમે તમારા તલાટી મંત્રી પાસેથી મેળવી શકો છો.

vidhva sahay yojana gujarat, vidhva sahay yojana details in gujarati, વિધવા સહાય યોજના, વિધવા સહાય યોજના ફોર્મ pdf,
vidhva sahay yojana online check status, વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ, વિધવા સહાય યોજના ગુજરાત, વિધવા સહાય યોજના ફોર્મ pdf 2023, વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ 2023, vidhva sahay yojana helpline number, vidhva sahay yojana details in gujarati, વિધવા સહાય યોજના online, vidhva sahay yojana, ganga swaroop yojana gujarat.

Share this: