દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત

📌 દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત

➡️ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી હતી.
➡️ રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹ 5000 કરોડની પરિયોજના તથા શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે સાત સૌથી વધુ વસ્તી ધરાવતા મહાનગરો – મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે માટે ₹2,500 કરોડની પરિયોજના અને ભૂસ્ખલન શમન માટે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹825 કરોડનો નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશનની પરિયોજનાની જાહેરાત કરવામાં આવી છે.

Join Our Telegram Channel