📌 પશ્ચિમ બંગાળ સરકારે પ્રદૂષણને હરાવવા માટે કોલકાતામાં એર પ્યુરિફાયરવાળી બસો શરૂ કરી
➡️ પશ્ચિમ બંગાળ સરકારે શહેરમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે રાજ્યની રાજધાની કોલકાતામાં એર પ્યુરિફાયર સાથેની બસો શરૂ કરી છે. બસ રૂફ માઉન્ટેડ એર પ્યુરીફિકેશન સિસ્ટમ (BRMAPS) ધરાવે છે, જેનું નામ ‘શુદ્ધ વાયુ’ છે. ભારતમાં આ પ્રકારની પ્રથમ સિસ્ટમ છે. તે IIT દિલ્હીના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવેલા પાઇલટ પ્રોજેક્ટનો એક ભાગ છે. સિસ્ટમ સાથે જોડાયેલ એર ફિલ્ટર હવામાંથી પ્રદૂષકોને પકડી લેશે અને વાતાવરણમાં શુધ્ધ હવા છોડશે.