સંકલ્પ કાર્યક્રમ હેઠળ તાલીમ પામેલા 98 પ્રશિક્ષકોને પ્રમાણિત કર્યા

📌 સંકલ્પ કાર્યક્રમ હેઠળ તાલીમ પામેલા 98 પ્રશિક્ષકોને પ્રમાણિત કર્યા

➡️ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) સંકલ્પ કાર્યક્રમ હેઠળ તાલીમ પામેલા 98 પ્રશિક્ષકોને પ્રમાણિત કર્યા છે. આજીવિકા પ્રમોશન માટે કૌશલ્ય સંપાદન અને જ્ઞાન જાગૃતિ (“સંકલ્પ”) એ વિશ્વ બેંકની લોન સહાય સાથે કૌશલ્ય વિકાસ મંત્રાલયનો એક કાર્યક્રમ છે.
➡️ તેનો ઉદ્દેશ્ય સંસ્થાઓને મજબુત બનાવવા, બહેતર માર્કેટ કનેક્ટિવિટી લાવવા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોના સમાવેશ દ્વારા ગુણાત્મક અને જથ્થાત્મક રીતે ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમમાં સુધારો કરવાનો છે.
➡️ સંકલ્પ 19મી જાન્યુઆરી 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેની મુદત માર્ચ 2023 સુધી છે. SANKALP : Skill Acquisition and Knowledge Awareness for Livelihood Promotion
➡️ સંકલ્પના ત્રણ મુખ્ય પરિણામ ક્ષેત્રો (i) કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે સંસ્થાકીય મજબૂતીકરણ; (ii) કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની ગુણવત્તા ખાતરી; અને (iii) કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં હાંસિયામાં રહેલ વસ્તીનો સમાવેશ છે.

Join Our Telegram Channel