📌 ઉત્તર પ્રદેશમાં જેલોનું નામ બદલીને ‘સુધાર ગૃહ’
➡️ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જેલોની સ્થિતિની સમીક્ષા કરતા જેલ સુધારણા માટે મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જેલોને ‘સુધાર ગ્રહ’ (સુધારા ગૃહ) તરીકે ઓળખવામાં આવશે. વર્તમાન સમયમાં જેલમાં બંધ કેદીઓ માટે 1894નો જેલ એક્ટ અને 1900નો જેલ અધિનિયમ અમલમાં છે.