📌 નાસાના કેસિનીને શનિના ચંદ્ર એન્સેલેડસ પર ફોસ્ફરસની શોધ કરી
➡️ નાસાનું કેસિની અવકાશયાન એ રોબોટિક સ્પેસ પ્રોબ હતું જે 15 ઓક્ટોબર, 1997ના રોજ શનિ ગ્રહ અને તેના ઘણા ચંદ્રોનો અભ્યાસ કરવાના પ્રાથમિક મિશન સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. કેસિની એ NASA, યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને ઇટાલિયન સ્પેસ એજન્સી (ASI) વચ્ચેનો સહયોગી પ્રોજેક્ટ હતો. આ અવકાશયાન છ વર્ષથી વધુની મુસાફરી પછી 1 જુલાઈ, 2004ના રોજ શનિની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.