📌 હરિયાણામાં પદ્મ એવોર્ડ વિજેતાઓને 10,000 રૂપિયા પેંશન
➡️ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજ્યના પદ્મ એવોર્ડ વિજેતાઓને 10,000 પેંશન આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ હરિયાણાના પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ વિજેતાઓને માસિક પેન્શન ઉપરાંત રાજ્ય સરકારની ‘વોલ્વો બસ’ સેવામાં મફત મુસાફરીની સુવિધાની પણ જાહેરાત કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે વિવિધ કેટેગરીમાં કુલ 106 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.