📌 ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી ઈતિહાસ રચ્યો
➡️ ઓસ્ટ્રેલિયાએ ભારતને ઈંગ્લેન્ડના ઓવલ ખાતે WTC 2023 ફાઇનલમાં 209 રને હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની છે. ટીમ ઇન્ડિયાનો સતત બીજી વખત આ ટૂર્નામેન્ટમાં પરાજય થયો છે.
➡️ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં 163 રન અને બીજી ઈનિંગમાં 18 રન બનાવ્યા હતા. પેટ કમિંગના નેતૃત્વમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની છે.
➡️ ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2006 અને 2009માં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.