UAEના દુબઇ ખાતે સંયુક્ત રાષ્ટ્રની COP28 સમિટ શરુ થઇ.

UAEના દુબઇ ખાતે સંયુક્ત રાષ્ટ્રની COP28 સમિટ શરુ થઇ.

  • આ સમિટ દુબઇના એક્સ્પો સિટી ખાતે 30 નવેમ્બરથી શરુ થઇ છે જે 12 ડિસેમ્બર સુધી ચાલનાર છે.
  • આ સમિટ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાય છે જેને United Nations Climate Change Conference અથવા Conference of the Parties of the UNFCCC તરીકે ઓળખવામાં આવે છે.
  • આ સમિટની શરુઆત વર્ષ 1992ના યુએનના કરારથી થઇ હતી જેની ચાલુ વર્ષે 28મી આવૃતિ યોજાઇ રહી છે.
  • યુએનના Intergovernmental Panel on Climate Change (IPCC) ના રિપોર્ટ મુજબ પૃથ્વીનું તામપાન 1.1 સે. વધી ચુક્યું છે તેમજ 1.5 સે. સુધી પહોચવાની સંભાવના છે ત્યારે આ કોન્ફરન્સ ખુબજ મહત્વપૂર્ણ મનાય રહી છે.
  • આ સમિટના મુખ્ય ઉદેશ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવું, વિવિધ દેશોને આબોહવા પરિવર્તનની તૈયારી અને તેનો સામનો કરવા મદદ કરવી, વિકાસશીલ દેશોને મદદ માટે ભંડોળ સુરક્ષિત રાખવું વગેરેનો સમાવેશ થાય છે.
  • UAE દ્વારા આ સમિટના અધ્યક્ષ તરીકે ત્યાની સરકારી તેલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સુલ્તાન અલ-ઝુબૈરને નિયુક્ત કરાયા છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં પેરિસમાં 200 દેશો વચ્ચે થયેલ સમજૂતી મુજબ પૃથ્વીના તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવાનું લક્ષ્ય રખાયું છે જેના પર સંયુક્ત રાષ્ટ્રની IPCC સંસ્થા નજર રાખી રહી છે.
  • હાલના અનુમાન મુજબ સમગ્ર વિશ્વ જે રીતે આગળ વધી રહ્યું છે તેના મુજબ વર્ષ 2100 સુધીમાં પૃથ્વીનું તાપમાન 2.4 થી 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે!
  • ગયા વર્ષે COPની 27મી બેઠક મિસ્ત્રના શર્મ અલ શેખમાં આયોજિત થઇ હતી.
  • આગામી COPની 29મી બેઠક ક્યા યોજાશે તેના માટે હજુ સુધી કોઇ હોસ્ટ દેશ નક્કી થયેલ નથી.
  • COPની 30મી સમિટ બ્રાઝિલના બેલેમ ખાતે વર્ષ 2025માં યોજાશે.

Category: Current Affairs Detailed in Gujarati