📌 USA UNESCOમાં ફરી જોડાશે
➡️ સ્થાપના : 16 નવેમ્બર 1945
➡️ મુખ્યમથક : પેરિસ, ફ્રાંસ
➡️ મહાનિયામક (ડિરેક્ટર જનરલ) : ઔડ્રે એઝૌલે
➡️ યુનેસ્કોમાં 193 સભ્ય રાજ્યો અને 11 સહયોગી સભ્યો છે.
➡️ યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ-UNSDGના સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સંગઠનોના આ જૂથનો હેતુ ટકાઉ વિકાસ લક્ષ્યોને પૂરા કરવાનો છે.
➡️ વર્ષ 1942માં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અક્ષ રાષ્ટ્રોનો સામનો કરી રહેલા યુરોપિયન દેશોએ યુનાઇટેડ કિંગડમમાં ‘સંલગ્ન શિક્ષણ પ્રધાનોનું સંમેલન’ (સંયુક્ત શિક્ષણ પ્રધાનોનું પરિષદ – (Conference of Allied Ministers of Education – CAME) યોજ્યું હતું.
➡️ નવેમ્બર 1945માં લંડનમાં સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં CAME ની દરખાસ્તના આધારે ‘શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા’ સ્થાપવામાં આવી હતી. સંમેલનના અંતમાં 16 નવેમ્બર, 1945 ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી. યુનેસ્કોની જનરલ કોન્ફરન્સનું પહેલું સત્ર 1946 ના નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પેરિસમાં યોજાયું હતુ.