📌 “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”
➡️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો.
➡️ શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. અંત્યોદય શ્રમિક યોજનાનો હેતુ કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન પછી માઇક્રો ઇન્સ્યોરન્સને સુદ્રઢ કરવાનું આ પગલું છે.
➡️ આ વીમા સુરક્ષા યોજના અંતર્ગત 289 અને 499ના પ્રિમિયમ દ્વારા શ્રમિકોને મૃત્યુ કે આંશિક વિકલાંગતાના સંજોગોમાં સહાય મળશે. તેમજ કોઈ શ્રમિકની દુર્ઘટના સમયે મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના વારસદારને રૂ 10 લાખની સહાય આપવામાં આવશે. ઉપરાંત અકસ્માત સમયે જો કોઈ શ્રમિકને કાયમી અપંગતા આવે તેવા સંજોગોમાં શ્રમિકોને રૂ 10 લાખની રાશિ મળવા પાત્ર થશે. શ્રમિકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેમના સંતાનોને રૂ.1 લાખની શિક્ષણ સહાય મળવા પાત્ર થશે.
Read More