અજીત અગરકરની ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્તિ

📌 અજીત અગરકરની ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્તિ

➡️ BCCI એ જાહેરાત કરી કે, પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ત્રણ સભ્યોએ સર્વાનુમતે અજીત અગરકરના નામને મંજૂરી આપી દીધી છે.
➡️ અગરકરે 26 ટેસ્ટ અને ચાર T20 ઈન્ટરનેશનલ ઉપરાંત 191 ODI રમી છે. તે 1999, 2003 અને 2007 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતા. અગરકર હવે ચેતન શર્માનો અનુગામી બનશે. ચેતન શર્માએ ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું ત્યારથી ચીફ સિલેક્ટરનું સ્થાન ખાલી હતુ.
➡️ BCCIની સિનિયર ટીમની સિલેક્શન પેનલમાં શિવ સુંદર દાસ, સલિલ અંકોલા, સુ્બ્રોતો બેનર્જી અને એસ.શરથ સામેલ છે. હવે અગરકર પાંચમા સભ્ય તરીકે પેનલમાં સામેલ થઈ ગયો છે. અગરકર પેનલમાં સૌથી સિનિયર હોવાથી તેને ચીફ સિલેક્ટરની જગ્યા મળી છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper