📌 આંધ્ર પ્રદેશમાં બનશે ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા
➡️ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આંધ્રપ્રદેશના કુરનૂલમાં શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ દ્વારા બનાવવામાં આવનાર પ્રભુ શ્રી રામચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. કુરનૂલ પાસે નંદયાલ જિલ્લાના મંત્રાલયમાં બનનારી આ પ્રતિમા ભગવાન રામની દેશની સૌથી ઊંચી પ્રતિમા હશે. 108 ફીટની આ પ્રતિમાને જય શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા ‘પંચધાતુ’નો ઉપયોગ કરીને 500 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે.
➡️ ભગવાન રામની આ પ્રતિમા માટે શ્રી રાધવેન્દ્ર મઠ દ્વારા 10 એકર જમીન દાનમાં આપવામાં આવી હતી. આ પ્રતિમા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરનાર શિલ્પકાર રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવશે.
Read More