📌 ‘ડાર્ક મેટર’ની શોધ માટે યુરોપનો યુક્લિડ સ્પેસ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો
➡️ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી તરીકે ઓળખાતી રહસ્યમય કોસ્મિક ઘટના પર નવો પ્રકાશ પાડવાના મિશન પર યુરોપમાં નિર્મિત થયેલ ભ્રમણકક્ષા ઉપગ્રહ ફ્લોરિડાથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોના મતાનુસાર અવકાશમાં પ્રાપ્ત રહસ્યમય કોસ્મિક રેયસ એ બ્રહ્માંડનો 95% હિસ્સો છે. વૈજ્ઞાનિકો ડાર્ક મેટર, ડાર્ક એનર્જી તેમજ ગુરુત્વાકર્ષણના રહસ્યોને ઉકેલવાનું લક્ષ્ય ધરાવે છે.
➡️ “ભૂમિતિના પિતા” તરીકે ઓળખાતા પ્રાચીન ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડના નામના ટેલિસ્કોપને કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટના કાર્ગો બે પર લઈ જવામાં આવ્યું હતું.
Read More