📌 દેશભરની તમામ પંચાયતોમાં 15 ઓગસ્ટથી UPIથી લેવડદેવડ ફરજિયાત બનશે
➡️ દેશભરની તમામ પંચાયતો આ સ્વતંત્રતા દિવસ પછી તમામ વિકાસ કાર્યો અને આવકની વસૂલાત માટે ફરજિયાતપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરશે અને 15 ઓગસ્ટથી તમામ પંચાયતોને UPI-સક્ષમ જાહેર કરાશે. પંચાયત રાજ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યોએ મુખ્યપ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો જેવા અગ્રણી મહાનુભાવોની હાજરીમાં UPI-સક્ષમ પંચાયતોની જાહેરાત અને ઉદ્ઘાટન કરવાનું રહેશે.
➡️ આશરે 98 ટકા પંચાયતોએ UPI આધારિત પેમેન્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આશરે રૂ.1.5 લાખ કરોડની ચૂકવણી પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PMFS) દ્વારા થઈ છે.
➡️ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર પંચાયતોએ 15 જુલાઈ સુધી યોગ્ય સર્વિસ પ્રોવાઇડર્સ પસંદ કરવાના રહેશે અને 30 જુલાઇ સુધી વેન્ડર્સ નક્કી કરવાના રહેશે. UPI પ્લેટફોર્મ, જીપે, ફોનપે, પેટીએમ, ભીમ, મોબિક્વિક, વ્હોટ્સએપ પે, એમેઝોન પે અને ભારત પેના સંબંધિત વ્યક્તિઓની વિગતો સાથેની યાદી મંત્રાલયે આપી છે. રીયલ ટાઇમ ધોરણે ટ્રાન્ઝેક્શનની દેખરેખ માટે કેન્દ્રીય ડેશબોર્ડ બનાવવામાં આવશે
➡️ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) એ સરકારી વ્યવહારોની ચુકવણી, એકાઉન્ટિંગ અને સમાધાન માટે વેબ-આધારિત એપ્લિકેશન છે અને વિવિધ હાલની એકલ સિસ્ટમોને એકીકૃત કરે છે.
Read More