📌 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં પાંચ જેટલી વંદે ભારત એક્સપ્રેસને પ્રસ્થાન કરાવ્યું
➡️ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ જેટલી નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું છે, જેમાં સૌપ્રથમ રાંચીથી પટણા, ધારવાડથી બેંગલુરુ અને ગોવાના મડગાંવથી મુંબઈની વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં શ્રી મોદીએ મધ્યપ્રદેશની બે વંદે ભારત ટ્રેન, ભોપાલથી ઈન્દોર અને ભોપાલથી જબલપુરને લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી.
➡️ આ ટ્રેનની શરૂઆતથી મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં રેલવે જોડાણ સુવિધા વધશે. જેમાં પ્રથમ નામ રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત ટ્રેનનું છે. બીજી ટ્રેન ખજુરાહોથી ઈન્દોર થઈને ભોપાલ જશે. ત્રીજી ટ્રેન ગોવાના મડગાંવથી મુંબઈ વચ્ચે દોડશે. ચોથી વંદે ભારત ટ્રેન ધારવાડથી બેંગ્લોર સુધી ચાલશે, જ્યારે પાંચમી ટ્રેન ઝારખંડના હટિયાથી બિહારના પટના સુધી દોડશે.
Read More