📌 ફિલ્મફેર એવોર્ડ-2024ની યજમાની ગુજરાત કરશે
➡️ માયા નગરી મુંબઈમાં યોજાતો ફિલ્મ ફેર એવોર્ડ 2024માં ગુજરાતમાં યોજાશે. 2024માં ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં આ એવોર્ડ ફંક્શન ગુજરાતમાં યોજાશે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમે આ કાર્યક્રમનું આયોજન કરવા અને રાજ્યને ફિલ્મ સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈનની હાજરીમાં બુધવારે ગાંધીનગરમાં ટૂરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ (TCGL) અને WWM વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Read More