📌 ભારતે વિયેતનામને INS કૃપાણ ભેટમાં આપી
➡️ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે દિલ્હીમાં વિયેતનામના સંરક્ષણ પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. નૌકાદળના વિસ્તરણ માટે ભારતે વિયેતનામને સ્વદેશી ઇન-સર્વિસ મિસાઇલ કોર્વેટ INS કૃપાણ ભેટ આપી હતી. ભારત દ્વારા આપવામાં આવેલી આ ભેટ વિયેતનામની પીપલ્સ નેવીની તાકાતમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. INS કૃપાણ એ 1,350 ટનનું વિસ્થાપન કરતી ખુકરી વર્ગની મિસાઈલ કોર્વેટ છે અને તેને 12 જાન્યુઆરી, 1991ના રોજ નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. તે લગભગ 1,400 ટનનું વિસ્થાપન, 91 મીટર લંબાઈ, 11 મીટરનું બીમ અને 25 નોટથી વધુ ઝડપ પ્રાપ્ત કરી શકે છે
Read More