📌 યુરોપ એ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ
➡️ ઔદ્યોગિક સમય પહેલાની સરખામણીએ ગયા વર્ષે (2022) વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ યુરોપ લગભગ 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો. યુરોપ ધ સ્ટેટ ઓફ ધ ક્લાઈમેટના અહેવાલ 2022 મુજબ સમગ્ર ખંડમાં, 1991 થી 2021 સુધીના 30 વર્ષના તાપમાનમાં 1.5° સેલ્સિયસનો વધારો થયો છે.
➡️ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે તીવ્ર ગરમીમાં 16,000 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે પૂર અને તોફાનથી થયેલા નુકસાનનો હિસ્સો $2 બિલિયન હતો. ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વધતા તાપમાનના કારણે અર્થતંત્ર અને ઇકોસિસ્ટમને નુકસાન થયું છે. 2022માં ગરમ ઉનાળા, શિયાળાના ખૂબ જ નીચા બરફના સ્તર તેમજ પવનથી ફૂંકાયેલી સહારાની ધૂળના થાપણોને કારણે આલ્પ્સમાં હિમનદીઓ દ્વારા એક નવો રેકોર્ડ સામૂહિક નુકશાન નોંધવામાં આવ્યું હતું.
Read More