📌 લેબનોનને હરાવીને ભારતે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો
➡️ ભુવનેશ્વરમાં 11થી 18 જૂન 2023 દરમિયાન યોજાયેલા 2023 ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભારતે ફાઇનલ મેચમાં લેબનોનને હરાવી ટુર્નામેન્ટ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો ભારત, લેબનોન, સીરિયા અને તાજિકિસ્તાન હતી. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ એ 2018 થી અત્યાર સુધી ભારતમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા જૂન મહિનામાં યોજાતી ચાર દેશોની ફૂટબોલ ટુર્નામેન્ટ છે.આ ટુર્નામેન્ટ આગામી AFC એશિયન કપ ક્વોલિફિકેશન મેચો માટે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે તૈયારી ટુર્નામેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.
➡️ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ માટે AIFF દ્વારા આમંત્રિત ચાર ટીમો વચ્ચે રમવામાં આવે છે, ટીમો સામાન્ય રીતે વિવિધ સંઘોની હોય છે અને ટૂર્નામેન્ટનો ઉપયોગ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે થાય છે. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ભારતે 2018 અને 2022માં બે વાર જીત્યો છે. ટુર્નામેન્ટના અન્ય વિજેતા ઉત્તર કોરિયા (2019) અને તાજિકિસ્તાન (2021) છે.
Read More