📌 વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે તેમની નવી કંપની ‘xAI’ની જાહેરાત કરી
➡️ ટ્વિટરના માલિક ઈલોન મસ્કે તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. xAIનો ધ્યેય બ્રહ્માંડની સાચી પ્રકૃતિને સમજવાનો છે. તેની મદદથી બ્રહ્માંડના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવામાં આવશે. xAIની ટીમનું નેતૃત્વ ઈલોન મસ્ક કરશે અને તેના સ્ટાફમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે જેમણે અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અગ્રણી કંપનીઓમાં કામ કર્યું છે, જેમાં Google, Microsoft, DeepMind અને અન્યનો સમાવેશ થાય છે.
➡️ ધ વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો કે ઈલોન મસ્કે 9 માર્ચ, 2023ના રોજ XAI નામની નવી કંપની બનાવી હતી. કંપનીનું હેડક્વાર્ટર અમેરિકાના ટેક્સાસ શહેરના નેવાડામાં છે અને મસ્ક તેના એકમાત્ર લિસ્ટેડ ડિરેક્ટર છે.
Read More