વેસ્ટ ઈન્ડીઝ 2023 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ

📌 વેસ્ટ ઈન્ડીઝ 2023 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ

➡️ બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. આ ટીમ મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્ત્વપૂર્ણ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું.
➡️ ODI વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી, ત્યારથી દરેક વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટનો ભાગ રહી છે. અગાઉ, વેસ્ટ ઈન્ડિઝે ODI વર્લ્ડ કપની તમામ 12 આવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આટલું જ નહીં, પ્રથમ બે એડિશન એટલે કે 1975 અને 1979 વર્લ્ડ કપમાં પણ વિન્ડીઝે ક્લાઈવ લોઈડની કેપ્ટન્સીમાં ટાઈટલ જીત્યું હતું.
➡️ ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. 1.ન્યૂઝીલેન્ડ 2.ઇંગ્લેન્ડ 3.ભારત 4. ઓસ્ટ્રેલિયા 5.પાકિસ્તાન 6.દક્ષિણ આફ્રિકા 7.બાંગ્લાદેશ 8.અફઘાનિસ્તાન આ આઠ ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે. અન્ય બેની પસંદગી ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા થવાની છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper