📌 વૈશ્વિક જીવંતતા સૂચકાંક(Global Liveability Index ) 2023
➡️ ઇકોનોમિસ્ટ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા વૈશ્વિક જીવંતતા સૂચકાંક(Global Liveability Index ) 2023 પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાને 2023 માટે ‘વિશ્વનું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. વિયેના બાદ ડેનમાર્કના કોપનહેગન બીજા સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને સિડની પણ આ યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાન પર છે.
➡️ આ યાદીમાં વિશ્વભરના 173 શહેરોના નામ સામેલ છે, જે આરોગ્ય સંભાળ, શિક્ષણ, સ્થિરતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સહિતના મહત્વના પરિબળોના આધારે ક્રમાંકિત છે. રહેવા માટે ટોચના શહેરો : વિયેના (ઓસ્ટ્રિયા), કોપનહેગન (ડેનમાર્ક), મેલબોર્ન અને સિડની (ઓસ્ટ્રેલિયા) તથા રહેવાલાયક અંતિમ ક્રમાંકના 3 શહેરો : અલ્જિયર્સ (અલજીરિયા), ત્રિપોલી (લિબિયા) અને દમાસ્કસ (સીરિયા) હતા.
➡️ કેનેડામાં ટોપ 10માં સૌથી વધુ 3 શહેરો છે – કેલગરી, વાનકુવર અને ટોરોન્ટો. બે સ્વિસ શહેરો પણ મોસ્ટ લિવેબલ સિટીઝની યાદીમાં ટોચ પર છે, જેમાં ઝુરિચ છઠ્ઠા ક્રમે છે અને જિનીવા કેલગરી સાથે સાતમા ક્રમે છે. જાપાનની ઓસાકાએ 10મું સ્થાન મેળવ્યું છે.
➡️ એશિયામાંથી, જાપાનનું ઓસાકા રેન્કિંગમાં 10મા ક્રમે હતું. ભારતમાંથી નવી દિલ્હી અને મુંબઈ 141માં સ્થાને અને ચેન્નાઈ 144માં સ્થાને છે તથા અમદાવાદ અને બેંગલુરુ અનુક્રમે 147 અને 148માં સ્થાને છે. રહેવા યોગ્ય શહેરોના ટોચના ક્રમમાં યુરોપીયન અને ઉત્તર અમેરિકન શહેરોનું વર્ચસ્વ છે. EIU અનુસાર, દમાસ્કસ એક દાયકા કરતાં વધુ સમયથી ઈન્ડેક્સમાં સૌથી ઓછું રહેવા યોગ્ય શહેર છે.
Read More