📌 સહકારી સંસ્થા સંચાલિત દેશની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત
➡️ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મહેસાણામાં દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો હતો.
➡️ મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામમાં બનનારી સૈનિક સ્કૂલનું સંચાલન દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએશન દ્વારા કરવામાં આવશે. આમ આ સ્કૂલ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પહેલી સૈનિક સ્કૂલ બનશે. મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલ 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. ભારત સરકાર રક્ષા મંત્રાલય દ્વારા 2 ઓગસ્ટ 2022ના રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી.
Read More