📌 સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય નૌકાદળ “પ્રાચીન ટાંકાવાળી શિપબિલ્ડીંગ પદ્ધતિ”ને પુનર્જીવિત કરવા માટે MOU
➡️ સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય નૌકાદળ “પ્રાચીન ટાંકાવાળી શિપબિલ્ડીંગ પદ્ધતિ (ટંકાઈ પદ્ધતિ)” ને પુનર્જીવિત કરવા માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. ‘સ્ટીચ્ડ શિપબિલ્ડિંગ મેથડ’ તરીકે ઓળખાતી શિપબિલ્ડિંગની 2000 વર્ષ જૂની તકનીક છે, જેમાં વહાણ બાંધવા માટે લાકડાના પાટિયાંને એકસાથે ટાંકવાનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ જહાજોને લવચીકતા અને ટકાઉપણું પ્રદાન કરે છે, જે તેમને શોલ્સ (તરતી માછલીઑનું મોટું ટોળું) અને સેન્ડબાર(નદીમુખની રેતી)થી થતા નુકસાન માટે ઓછી સંવેદનશીલ બનાવે છે.
➡️ ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા અને સાંસ્કૃતિક ઈતિહાસની જાળવણી માટે ટાંકાવાળી શિપબિલ્ડીંગ પદ્ધતિનું પુનરુત્થાન મહત્વપૂર્ણ છે.
Read More