📌 સુનીતા અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
➡️ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનો જન્મ 30 એપ્રિલ 1966ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1990માં તેઓ ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલના સભ્ય બન્યા હતા.
➡️ તેમને 21 નવેમ્બર 2011ના રોજ અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાયા અને 6 ઓગસ્ટ, 2013ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. અહીં તેઓ સૌથી સિનિયર જજ હતા અને હાઈકોર્ટમાં તેમને 11 વર્ષ કરતા વધુ સમય સુધી જજ તરીકે કાર્ય કરવાનો અનુભવ છે.
Read More