📌 સુપ્રીમ કોર્ટમાં બે નવા ન્યાયાધીશોની નિમણૂક
➡️ ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને એસ.વી ભાટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.
➡️ જસ્ટિસ ઉજ્જવલ ભુઇયા હાલમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ ભાટી કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગયા અઠવાડિયે તેમની પદોન્નતિની ભલામણ કરી હતી. તેમની નિમણૂક સાથે, સુપ્રીમ કોર્ટમાં 34 જજોની મંજૂર સંખ્યામાંથી 32ની સંખ્યા હશે. સુપ્રીમકોર્ટની કોલેજિયમે ત્રણ હાઈકોર્ટના જજોની અન્ય હાઈકોર્ટમાં બદલી કરવાની ભલામણ પણ કરી હતી.
Read More