📌 હનુમાનજી બન્યા થાઈલેન્ડમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના સત્તાવાર માસ્કોટ
➡️ બેંગકોકમાં (Bangkok) શરૂ થઈ રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના (Asian Athletic Championship) સત્તાવાર માસ્કોટ (Maskot) હનુમાનજીને (Hanumanji) બનાવાયા છે. ઉપખંડીય નિયમનકારી સંસ્થાની સ્થાપનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચેમ્પિયનશિપ 12થી 16 જુલાઈ દરમિયાન રમાશે.
➡️ એશિયન એથ્લેટિક્સ ફેડરેશન તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ભગવાન હનુમાનજીએ રામની સેવામાં અસાધારણ ક્ષમતાઓ દર્શાવી હતી, જેમાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિનો સમાવેશ થાય છે. ઉપરાંત અપાર નિષ્ઠા તેમની સૌથી મોટી ક્ષમતા હતી, એ જ રીતે રમતવીરને લક્ષ્ય હાંસલ કરવા માટે આ ગુણોની જરૂર હોય છે.
➡️ 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નો લોગો તેમાં ભાગ લેનારા એથ્લેટ્સ, તેમની કુશળતા, ટીમ વર્ક, ચપળતા, પ્રતિબદ્ધતા અને ખેલદિલીને દર્શાવે છે. 25મી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં એશિયાના તમામ એથ્લેટ ભાગ લેશે. આમાં ભારતના શોટ પુટ ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂર અને લોંગ જમ્પર મુરલી શ્રીશંકરની આગેવાનીમાં ભારત ચેમ્પિયનશિપમાં સારા દેખાવની આશા રાખશે.
Read More