📌 અરૂણાચલ પ્રદેશની તાંગસા જનજાતિ દ્વારા ‘વિહુ કુહ ઉત્સવ’ની ઉજવણી
➡️ તાંગસા જનજાતિ સમુદાય મુખ્યત્વે કૃષિ પરંપરાઓ સાથે જોડાયેલો છે, જે અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાની ટેકરીઓમાં રહે છે. તાંગસા જનજાતિ, તેમની અલગ બોલી અને રીતરિવાજો સાથેની પેટાજાતિઓનો સમૂહ છે, જેઓ ભારત સિવાય મ્યાનમાર(બર્મા)ના સાગાઇંગ પ્રદેશમાં પણ વસવાટ કરે છે. તાંગસા જનજાતિ સમુદાયની વૈવિધ્યસભર ઉપ-આદિવાસી ઓળખ હોવા છતાં, તેઓ વિહુ કુહ ઉત્સવની ઉજવણી એક સાથે કરે છે, જે તેમની એકતા અને તેમનો ધરતીમાતા પ્રત્યેનો આદર તેમજ સમુદાયની શક્તિમાં તેમની અતૂટ માન્યતાનો પુરાવો દર્શાવે છે.
Read More